રાજ્યમાં કાળઝાળ ગરમી,પાંચ દિવસ આવી જ રહેશે

May 16, 2017 02:57 PM IST | Updated on: May 16, 2017 02:58 PM IST

રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફુકાય રહ્યા છે.અરબી સમુદ્ર તરફથી આવતા પવનના કારણે હવામા ભેજનુ પ્રમાણ વધ્યુ છે.જેથી વહેલી સવારે બફારો અને બપોરના સખત ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.ત્યારે અમદાવાદ,સુરેન્દ્રનગર,રાજકોટ,અમરેલી સહિતના મોટા ભાગના શહેરનુ મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

ત્યારે અમદાવાદ શહેરમાં પણ યેલો વોર્નિંગ આપવામાં આવી છે.ત્યારે આગામી 5 દિવસ સુધી તાપમાન યથાવત રહેવાનુ હવામાન વિભાગે જણાવ્યુ છે.અમદાવાદ શહેરમાં પણ ગરમ પવનો ફુકાતા લોકો પરેશાન થઈ રહ્યા છે.

રાજ્યમાં કાળઝાળ ગરમી,પાંચ દિવસ આવી જ રહેશે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર