અમદાવાદઃરસ્તો ક્રોસ કરતા રાહદારીને કારે ટક્કર મારતા મોત

Feb 09, 2017 02:39 PM IST | Updated on: Feb 09, 2017 02:39 PM IST

અમદાવાદઃઅમદાવાદના એસજી હાઈવે પર બુધવારે મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં એક શખસનું મોત નિપજ્યુ હતુ. એસ જી હાઈ વે પર આવેલ વાયએમસીએ ક્લબ પાસે પંકજ મકવાણા નામના આધેડ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલી એક કારએ તેમને એડફેટે લીધા હતા. જેમનુ ઘટના સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ.

આ ઘટનાની જાણ થતા જ તેમના પરિવારજનો દોડી આવ્યા હતા.સ્થાનિક પોલીસે તપાસ કરતા તમને તે જગ્યા પરથી જી જે 1 આરએમ 5411 નંબર

અમદાવાદઃરસ્તો ક્રોસ કરતા રાહદારીને કારે ટક્કર મારતા મોત

પ્લેટ મળી આવી હતી. પોલીસને આશંકા છે કે તે આ અકસ્માત આજ નંબરની ગાડીથી સર્જાયો છે.હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર