વસ્ત્રાપુરમાં હુક્કાબાર પર રેડ,20થી વધુ લોકો હુક્કો પીતા ઝડપાયા

Mar 01, 2017 07:42 PM IST | Updated on: Mar 01, 2017 07:42 PM IST

અમદાવાદઃઅમદાવાદમાં આવેલા વસ્ત્રાપુરમાં પાઇપ્સ એન્ડ પફ નામના હુક્કાબાર પર રેડમાં આજે 20થી વધુ લોકો હુક્કો પીતા ઝડપાયા છે.આ હુક્કાબાર માનવમંદિર સામે આવેલું છે.વિશાલ ભાનુશાલી નામના શખ્સનું હુક્કાબાર હોવાનું સામે આવ્યું છે.કેફેની આડમાં હુક્કાબારનો ધંધો પુરજોશમાં ચલાવાતો હતો.હુક્કાબારના માલીક વિશાલ ભાનુશાલી તેમજ મેનેજર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઇ છે.

hukabar amd

વસ્ત્રાપુરમાં હુક્કાબાર પર રેડ,20થી વધુ લોકો હુક્કો પીતા ઝડપાયા

3 માઈનોર સહિત કુલ 15 જેટલા યુવક-યુવતીઓ હુક્કાબારમાંથી ઝડપાયા છે. પોલીસ સુત્રોએ કહ્યુ હતું કે હુકાબારમાંથી મળેલી ફ્લેવરોની તપાસ થશે.10 હુક્કા  તેમજ અલગ અલગ ફ્લેવરો સહિત કુલ 4500નો માલસામાન કબ્જે લેવાયો હજુ પણ શહેરમાં  હુક્કાબાર પર પ્રતીબંધ છતા હુક્કાબાર ચાલી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. બાતમીને આધારે પોલીસે કરેલી રેડમાં  3 માઈનોર સહિત કુલ 15 જેટલા યુવક યુવતીઓ અહી હુક્કાની મજા માણતા ઝડપાયા છે. વસ્ત્રાપુર પોલીસે હુક્કાબારના માલીક વિશાલ ભાનુશાલી તથા મેનેજર સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

સુચવેલા સમાચાર