બોટાદઃવર ચડાવામાં ગોળી વાગતા મહિલાનું મોત,ભાજપ અગ્રણી સહિત બેની ધરપકડ

Feb 20, 2017 08:48 PM IST | Updated on: Feb 20, 2017 08:48 PM IST

બોટાદઃગઢડાના રામપરા ગામે વરચડાવામાં બંદુકમાંથી ગોળી છુટી સીધી મહિલાના પીઠમાં વાગી હતી. જેનું સારવાર દરમિયાન મોત થયું છે ત્યારે આજે ગઢડા પોલીસે વિછીયા ભાજપના આગેવાન અને માર્કેટયાર્ડના ડીરેક્ટર સહિત દેવધરી ગામના સરપચ મળી કુલ ૨ લોકોની હથીયાર સાથે ધરપકડ કરી છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રામપરા ગામના સરપંચ દેવજીભાઈ સાકળીયાની બે પુત્રીઓના ગઇકાલે લગ્ન હતા. જેમાં એક જાન વીછીયા તાલુકાના દેવધરી ગામેથી આવી હતી અને બીજી જાન ગઢડા તાલુકાના કેરાળા ગામેથી અહી પહોચી હતી. જેમા ૧૧ કલાકે વર ચડાવો થયો હતો.જેમાં દેવધરી ગામેથી આવેલી જાનના જાનૈયાઓ બે બંદૂકથી અલગ અલગ ફાયરિંગ કરતા હતા ત્યારે તેજ જાનમા આવેલી નિતાબેન મુકેશભાઈ ગોહિલ નામની ૨૮ વર્ષ ની મહિલાને પીઠ પર ગોળી વાગતા મહિલાને ૧૦૮ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.

બોટાદઃવર ચડાવામાં ગોળી વાગતા મહિલાનું મોત,ભાજપ અગ્રણી સહિત બેની ધરપકડ

મૃતકના જેઠ ગોપાલ વાલજીભાઈ ગોહેલ દ્વારા બે શખ્સો વિરુધ ફરિયાદ દાખલ કરાવાઇ હતી. જેમાં વીછીયા તાલુકાના બધાળી ગામના માજી સરપંચ અને હાલ વીછીયા તાલુકાના ભાજપના આગેવાન અને માર્કેટીંગ યાર્ડ ના ભાજપના ડિરેકટર ધનજીભાઈ દુદાભાઈ જાપડીયા અને દેવધરી ગામના સરપચ ચતુરભાઈ વાલજીભાઇ ગોહિલ (રહે. દેવધરી) વિરુધ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવાઇ હતી.

ગઢડા પોલીસ દ્વારા આજે બંને આરોપીની ગઢડાના રોજમાળ ગામની સીમમાંથી બે બાર બોરની બંધુક તથા ચાર ફૂટેલ કાર્ટીજ તેમજ એક જીવિત કાર્ટીજ સાથે આ બંને આરોપીઓને હથીયાર સાથે ગઢડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર