AAPના મહિલા નેતાને વહેલી પરોઢે પોલીસે ઉઠાવી લીધા,પીએમનો કરવાના હતા વિરોધ

Mar 07, 2017 03:43 PM IST | Updated on: Mar 07, 2017 07:28 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં AAPના મહિલા કાર્યકર વંદના પટેલને પોલીસે આજે વહેલી પરોઢે જ તેમના ઘરેથી અટકાયત કરી છે.વંદના પટેલ AAPના કાર્યકરો સાથે પીએમ મોદીના કાર્યક્રમનો વિરોધ કરવાના હતા. નોધનીય છે કે, આજથી પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ ભરૂચમાં દેશના સૌથી મોટા બ્રીજનું લોકાર્પણ કરવાના છે આ ઉપરાંત તેઓ સોમનાથ દાદાના આવતી કાલે દર્શન કરવા પણ જશે. ત્યારબાદ આવતીકાલે બપોરના સુમારે નરેન્દ્ર મોદી મહિલા સરપંચના સંમેલનને ગાંધીનગરમાં સંબોધન કરવાના છે.

વંદના પટેલને મળવા AAPના નેતા આશુતોષ ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.વંદના પટેલ સાથે તેમજ પોલીસ અધિકારીઓ સાથે આશુતોષે વાતચીત કરી છે.વંદના પટેલને શા માટે ડિટેઈન કરાયા છે તેઓ પ્રશ્ન આશુતોષે પૂછ્યો છે.વહેલી પરોઢે મહિલાને તેમના ઘરમાંથી શા માટે ડિટેઈન કરાયા તે મુદ્દે પણ ખુલાસો માંગ્યો છે.

AAPના મહિલા નેતાને વહેલી પરોઢે પોલીસે ઉઠાવી લીધા,પીએમનો કરવાના હતા વિરોધ

વંદના પટેલે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત સમયે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી.અને તે જ કારણોસર ક્રાઈમ બ્રાંચે વંદના પટેલની તેમના નિવાસસ્થાનેથી સવારે અટકાયત કરી હતી.આપના નેતા આસુતોષે પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે, વહેલી પરોઢે ચાર વાગે કોઈપણ કારણોસર વંદના પટેલની ધરપકડ કરાઈ હતી અને આ ધરપકડ કાયદા વિરૂધ્ધ છે.બીજી તરફ ઓઢવ પોલીસે જણાવ્યું છે કે, વંદના પટેલને ડિટેઈન કરાયા છે. દસ કલાક બાદ વંદના પટેલને છોડી દેવાયા છે.

સુચવેલા સમાચાર