ચાલુ ચાર્જિગે મોબાઇલ વાપરતા પહેલા જરૂર વાંચો...નહી જો બની શકે છે જીવલેણ

May 04, 2017 01:06 PM IST | Updated on: May 04, 2017 01:06 PM IST

મોબાઈલને ચાર્જિંગમા રાખી તેનો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો.ચાર્જિંગ મા રહેલ મોબઈલનો ઉપયોગ કરવો એ આપ ના જીવ સામે જોખમ પણ ઊભુ કરી શકે છે.વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના શાહુડા ગામમા એક બાળક ના હાથમા જ મોબાઈલનીં બેટરીમા બ્લાસ્ટ થતા બાળક ગંભીર રીતે ઘાયલ થતા ચકચાર મચી ગઈ છે.

પરિવારના મોભીઓ બહાર ગયા હતા ત્યારે 11 વર્ષીય બાળક મેહૂલ ભાઈ વિઠ્ઠલભાઈ ચૌધરી ઘરમા એકલો હતો.અને ચાર્જીંગમા મુકેલ  મોબઈલ સાથે હાથમા લઈ રમી રહ્યો હતો.તે વખતે જ અચાનક  મોબાઇલની બેટરીમા બ્લાસ્ટ થયો હતો.ધડાકાનો અવાજ અને બાળકની બૂમો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. હાથ મા રહેલા મોબાઇલમા બ્લાસ્ટ થવાના કારણે બાળકના હાથના અને પેટના ભાગે ઇજા થઇ હતી. તેણે તાત્કાલીક વલસાડ સિવિલ હોસ્પિટલ મા ખસેડવા મા આવ્યો હતો.

ચાલુ ચાર્જિગે મોબાઇલ વાપરતા પહેલા જરૂર વાંચો...નહી જો બની શકે છે જીવલેણ

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર