વલસાડઃદારૂના નશામાં છાકડો બન્યો પોલીસકર્મી,વીડિયો વાયરલ

May 28, 2017 10:49 AM IST | Updated on: May 28, 2017 10:49 AM IST

ગાંધીના ગુજરાતમા દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો હોવાના સરકારના દાવાની ખુદ ખાખી વર્દીધારીઓ જ ધજ્જીયા ઉડાવી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.વલસાડમાં દારૂના નશામાં ધૂત રેલ્વે પોલીસના એક  કોન્સ્ટેબલ નો વિડીયો વાઇરલ થયો છે.વલસાડના  બેચર રોડ પર  ગઈ કાલ બનેલી આ ઘટનામા ખાખી વર્દી માં સજ્જ ફરજ પર નો કોન્સ્ટેબલ દારૂ ના નશામાં જોવા મલી રહ્યો છે.

sur constebal daru

વલસાડઃદારૂના નશામાં છાકડો બન્યો પોલીસકર્મી,વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા મા વાઇરલ થયેલ દારૂડીયા કોન્સ્ટેબલ ના વિડીયો ને લઇ ને પોલીસ ની છબી પણ ખરડાઈ રહી છે.વધુમા નશામાં ધૂત આ  પોલીસ કોન્સ્ટેબલ રીક્ષા ચાલકો પાસે થી પૈસા ઊઘરાવતો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.ત્યારે કાયદા ના રક્ષક એવો આ  ખાખી વર્દીધારી કોન્સ્ટેબલ ખુદ કાયદાની ઐસી તૈસી કરી રહ્યો છે.ત્યારે હવે પોલીસ ની છબીને દાગ લગાવતા આ કોન્સ્ટેબલ ની કરતુત પછી હવે સમ્બંધિત વિભાગ દ્વારા હવે શુ પગલા લેવાય છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર