અલ્પેશ ઠાકોર,હાર્દિક પટેલ પર જીતુ વાઘાણીએ પ્રહાર કરતા શું કહ્યુ જાણો

May 30, 2017 12:00 PM IST | Updated on: May 30, 2017 12:00 PM IST

ભાજપ ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આજે  વલસાડ જિલાના પ્રવાસે હતા.જયાં તેઓએ ધરમપુર તાલુકાના વાંકલમા ભાજપના વિસ્તારક યોજનાના અભ્યાસવર્ગ મા જીતુ વાઘાણી એ હાજરી આપી હતી.

ધરમપુર ની મુલાકાત દરમ્યાન જીતુ વાઘાણી ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે ઘર ઘર ફર્યા હતા અને  લોકસંપર્ક કરી ભાજપ ની વિચારધારા અને   વિકાસગાથા થી લોકો ને પરિચિત કરાવ્યા હતા અને તેઓ એ જાતે ભાજપ ના સ્ટિકર લોકો ના ઘરે લગાવી ને સાહિત્ય વહેંચ્યું હતુ.

અલ્પેશ ઠાકોર,હાર્દિક પટેલ પર જીતુ વાઘાણીએ પ્રહાર કરતા શું કહ્યુ જાણો

આમ બૂથ લેવલ ના કાર્યક્રમ મા પ્રદેશ પ્રમુખ ની હાજરીથી કાર્યકર્તાઓ મા ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.આ પ્રસંગે જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરએ સોમનાથ થી શરૂ કરેલ સંકલ્પ યાત્રા અને હાર્દિક પટેલએ માથે મુંડન કરાવીને શરૂ કરેલ અભિયાન પર પણ આકાર પ્રહાર કર્યા હતા અને હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના આંદોલનોને કોંગ્રેસની પેઇડ એજન્સી ગણાવ્યા હતા.

તો શંકર સિંહ વાઘેલા ભાજપમા જોડાઈ રહ્યા હોવાની ચાલી રહેલ ચર્ચા પર પણ જીતુ વાઘાણી એ પોતાનો મત વ્યક્ત કર્યો હતો અને શંકર સિંહ ભાજપ મા આવે તો ભાજપ ની શક્તિ મા વધારો થાય તેવો મત વ્યક્ત કર્યો હતો જોકે ભાજપ પોતાના બળ પર જ જીતશે તેવો દાવો કર્યો હતો.

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વલસાડના પ્રવાસે

ધરમપુર તાલુકામાં વિવિધ બૂથોની લીધી મુલાકાત

અલ્પેશ ઠાકોર પર જીતુ વાઘાણીના પ્રહાર

હાર્દિક પટેલ પર પણ જીતુ વાઘાણીએ કર્યા પ્રહાર

ચૂંટણી વખતે ચાલી રહેલ આંદોલનોને કોંગ્રેસની પેઇડ એજન્સી ગણાવી

'ઠાકોર,પાટીદાર આંદોલન,દલિત સમાજ પાછળ પરોક્ષ રીતે કોંગ્રેસ'

'કોંગ્રેસના રાજ્યમાં જ્ઞાતિ જાતિના આધારે અંધાધૂંધીના પ્રયાસ'

'શંકરસિંહ ભાજપમાં આવે તો પાર્ટીની શક્તિમાં વધારો થશે'

ભાજપ પોતાના બળ પર જ જીતશેઃ.જીતુ વાઘાણી

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર