આણંદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી,રાજ્યપાલ-સીએમએ રાષ્ટ્રધ્વજને આપી સલામી

Jan 26, 2017 09:31 AM IST | Updated on: Jan 26, 2017 09:31 AM IST

આણંદઃઆણંદમાં વલ્લભ વિદ્યાનગરમાં રાજ્યકક્ષાના 68 પ્રજાસત્તાક દિનની ઉજવણી આજે કરાઇ રહી છે. જેમાંરાજ્યપાલ ઓ.પી.કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાજ્યપાલ અને મુખ્યપ્રધાન વીજય રૂપાણીએ ધ્વજવંદન બાદ પ્રજાનો અભિવાદન ઝીલ્યો હતો.સીએમ અને રાજ્યપાલે ખૂલ્લી કારમાં ગ્રાઉન્ડ પર સફર કરી હતી.

રાજ્યપાલ ઓ.પી. કોહલીએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. જ્યારે CM વિજય રૂપાણીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.DGP અને CS જે.એન. સિંઘ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.રાજ્યપાલ અને મુખ્યપ્રધાને ધ્વજવંદન બાદ પ્રજાનું અભિવાદન ઝીલ્યું હતું. કાર્યક્રમ સ્થળે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ હતી.

આણંદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી,રાજ્યપાલ-સીએમએ રાષ્ટ્રધ્વજને આપી સલામી

સુચવેલા સમાચાર