અમદાવાદના વેલેન્ટાઇન હનુમાનઃ 11 હજાર પ્રેમીઓના કરાવી ચુક્યા છે લગ્ન

Feb 14, 2017 06:21 PM IST | Updated on: Feb 14, 2017 06:22 PM IST

અમદાવાદ :14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. આ દિવસે આખી દુનિયામાં મનાવાય છે.14મી ફેબ્રુઆરી સેંટ વેલેન્ટાઇન ડે યાની કૈથોલિક સંત વેલેન્ટાઇનનો શહીદી દિવસ છે. જે આગળ જઇ વેલેન્ટાઇન ડેના રૂપમાં પ્રેમનું પર્વ બની ગયું છે.આજના દિવસે પ્રેમી પંખીડાઓ પોતાના પ્રેમનો એકરાર કરે છે. ત્યારે અમદાવાદમાં એક અનોખા પ્રેમી પંખીડા લગ્ન ના તાંતણે બંધાયા છે.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ હનુમાન મંદિર લગનીયા હનુમાન કે પછી વેલેન્ટાઇન હનુમાન તરીકે પ્રચલિત છે. જ્યાં મોટી સંખ્યામાં પ્રેમી પંખીડાઓ પોતાના પ્રેમનો એકરાર કરતા હોય છે. અને પોતાની મંજિલ પામતા હોય છે. આ વેલેન્ટાઇન હનુમાનના મંદિરે અત્યાર સુધી ૧૧ હજારથી વધુ યુગલો લગ્ન કરી ચુક્યા છે.

અમદાવાદના વેલેન્ટાઇન હનુમાનઃ 11 હજાર પ્રેમીઓના કરાવી ચુક્યા છે લગ્ન

velentain hanuman2

વેલેન્ટાઇન હનુમાન મંદિરના મહંત હીરાજી જગુજીના દાવા મુજબ અત્યાર સુધી હજારો યુગલોએ અહીં લગ્ન કર્યા છે અને પોતાના સુખી સંસાર માં જીવી રહ્યા છે ત્યારે સંખ્યાબંધ યુગલો આજના દિવસે જ્યાં પોતાના પ્રેમ ને સાથ સહકાર અને લગ્ન જીવન ની શરૂઆત કરવામાં આવી હતી તે ભૂલતા નથી. અને ચોક્કસ પણે વેલેન્ટાઇન ડે ના દિવસે વેલેન્ટાઇન હનુમાન ના દર્શન માટે આવતા હોય છે પછી ભલે તેઓ અમદાવાદ માં હોય કે પછી ગુજરાત બહાર કે પછી દેશની બહાર પણ વેલેન્ટાઇન ડે ના દિવસે હનુમાન જી ના આશીર્વાદ લેવાનું ભૂલતા નથી.

વેલેન્ટાઇન હનુમાન દાદા કોઈ પણ નાત જાત કે પછી ભેદભાવ વગર દરેક પ્રેમી પંખીડાઓને આશીર્વાદ આપતા હોય છે. માટેજ અમદાવાદ ના નરોડા વિસ્તારમાં રહેતું એક અનોખું યુગલ પણ અહીં વેલેન્ટાઇન હનુમાન ના આશીર્વાદ લેવા આવ્યું અને અહીં લગ્ન ના તાંતણે બંધાયું. અહીં આશ્ચર્યજનક વાત એ રહી કે આ યુગલ સમલૈગિંક હતું. નરોડા વિસ્તારમાં રેહતું આ યુગલ માં બંને પાત્રો પુરુષ હતા. પરંતુ કહેવાય છે ને કે પ્રેમ ની કોઈ સીમા નથી હોતી. અહીં ટીયાએ પોતાના પ્રેમી પ્રેમ ને પામવા માટે સર્જરી કરાવીને પુરુષમાંથી સ્ત્રી નું રૂપ ધારણ કર્યું છે. અને ટ્રાંસઝેંડ કરાવ્યું છે.

velentain hanuman1

 

અનેક મુશ્કેલીઓનો સામનો કરીને આજે આ યુગલ લગ્ન કરી રહ્યું છે અને વેલેન્ટાઇન હનુમાન દાદા પર આ યુગલ ને સંપૂર્ણ ભરોષો છે. કુદરત સાથે કોઈ રમત ના રમાય એ આ યુગલ ને પણ ખબર છે કે ભલે ટ્રાંસઝેંડ કરી લઈએ પણ એક પુરુષ માટે માતા બનવું અઘરું છે ત્યારે આ મુશ્કેલી નો નિકાલ પણ અહીં અદ્ભુત રીતે કરવામાં આવ્યો અને ટીયાએ બે બાળકો દત્તક લીધા અને માતા બનવાનું સ્વપ્ન પણ સાકાર કર્યું છે.

એક તરફ સંસ્કૃતિના નામ પર વેલેન્ટાઇન નો વિરોધ જયારે બીજી તરફ અમદાવાદ માં વર્ષો થી પ્રેમી પંખીડાઓ માટે આશીર્વાદ આપતા વેલેન્ટાઇન હનુમાન તમામ પ્રેમી પંખીડાઓ માટે સ્વર્ગ બન્યા છે. ત્યારે કોઈ કાયદાકીય ગુંચવણ ના થાય તે માટે વેલેન્ટાઇન હનુમાન ના મહંત હીરાજી જગુજી દ્વારા તમામ દસ્તાવેજો નું નિરીક્ષણ કરી કાયદાકીય યોગ્ય યુગલને સાથ સહકાર આપવામાં આવે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર