અમિત શાહ સાથે મુલાકાતના બીજા દિવસે જ શંકરસિંહ વાઘેલાને દિલ્હીનું તેડું

Mar 31, 2017 08:57 AM IST | Updated on: Mar 31, 2017 03:38 PM IST

ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પણ આ વખતે સત્તા હાથમાં લેવા કોઇ કચાસ બાકી રાખવા માગતું નથી. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ અને શંકરસિંહ બાપુને દિલ્હીનું તેડું આવ્યું છે. નોધનીય છે કે, ગઇકાલે અમિત શાહ દ્વારા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે તેના બિજા દિવસે જ શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહને દિલ્દી દરબારમાં હાજર થવા ફરમાન કરાયું છે.

bapu-bharatsinh dillo

ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ આજે હાજર થશે.ભરતસ સિંહ સોલંકી અને શંકર સિંહ વાઘેલા દિલ્હી જવા રવાના થયા છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચર્ચા થશે.પાર્ટીમાં ઉભી થયેલી નારાજગીને દૂર કરવા મંથન થશે.કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ભરતસિંહ સોલંકી મળવાના છે.પ્રદેશ કોંગ્રેસના નવા સંગઠન માળખાને જાહેર કરવા રજૂઆત થશે.તમામ નેતાઓ એક લાઈનમાં ચાલે તેવી સૂચના અપાશે.

બીજી તરફ અમિત શાહ એરપોર્ટ પહોચ્યા છે અને દિલ્હી જવા રવાના થવાના છે. નોધનીય છે કે, ગઇકાલે ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઇ હતી. ત્યારે રાજકિય અટકળો ચાલી રહી છે.રાજકીય ગરમા ગરમીના માહોલમાં શંકરસિંહ વાઘેલાએ ન્યૂઝ18 ઇટીવી સાથે ખાસ મુલાકાત આપતાં આ મામલે સ્પષ્ટતા કરી અને જણાવ્યું કે, આ માત્ર એક ઔપચારિક મુલાકાત છે. અમિતભાઇ રાષ્ટ્રીય નેતા છે અને અગાઉ મારા સાથીદાર રહ્યા છે. આ એક જાહેર મુલાકાત છે બીજી કોઇ ગરબડી નથી કે રાજકીય વાત નથી, માટે અન્ય કશું વિચારવા જેવું નથી.

ફાઇલ તસવીર

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર