પુસ્તકો ચોક્કસ જગ્યાએથી ખરીદવા દબાણ ન કરોઃકેન્દ્રીય મંત્રી જાવડેકરની શાળા સંચાલકોને ચેતવણી

May 16, 2017 10:02 AM IST | Updated on: May 16, 2017 10:02 AM IST

વડોદરામાં નેશનલ હાઇવેને અડીને આવેલ એપીએમસી મેદાનમાં હરીધામ સોખડા સ્વામીનારાયણ મંદિર દ્વારા આત્મીય યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય મંત્રી પ્રકાસ જાવડેકરે કહ્યુ હતું કે ફી અને પુસ્તકો ચોક્કસ રીતે ખરીદવા દબાણ ન કરવું જોઇએ. જો કે નીટ મુદ્દે તેમણે મૌન સેવ્યુહતું.  એક લાખથી વઘુ ભકતોની હાજરીમાં સંમેલન યોજાયું હતું.

હિરધામ સોખડાનાં હરિપ્રસાદ સ્વામી સહિત રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્ર સરકારનાં માનવ સંસાધન પ્રધાન પ્રકાસ જાવડેકર આત્મીય યુવા સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.માનવ સંશાઘન પ્રઘાન પ્રકાશ જાવેડકરે સીબીએસસી શાળાનાં સંચાલકોને પણ સરકારે કહ્યું છે કે તેઓ પુસ્તકો અને શાળાનાં વિદ્યાર્થીઓની બીજી એસેસરીજ ચોક્કસ જગ્યાએથી ખરીદવા દબાણ ન કરે. ગુજરાત સરકારે ફિ નિયમન અંગે જે નિયમો બનાવ્યા છે તે અંગે પણ તેમણે ચર્ચાની વાત કરી હતી.

પુસ્તકો ચોક્કસ જગ્યાએથી ખરીદવા દબાણ ન કરોઃકેન્દ્રીય મંત્રી જાવડેકરની શાળા સંચાલકોને ચેતવણી

તો નીટની પરીક્ષા માં બે પેપરમાં ગરબડ અંગે તેઓ મૌન સેવ્યું હતુ. જો કે આ અંગે દિલ્હી ખાતે અઘિકારીઓની બેઠક બોલાવશે તેવી રાજ્યનાં  શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ પણ નીટની પરીક્ષા બે પેપરમાં થયેલ પ્રોબ્લમ અંગે માનવ સંશાઘન પ્રઘાન પ્રકાશ જાવડેકરને રજુઆત કરી હતી.

સુચવેલા સમાચાર