વડોદરામાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટઃકોલગર્લ્સનો 1 મહિનાનો 1 લાખ પગાર

Feb 05, 2017 09:08 AM IST | Updated on: Feb 05, 2017 09:08 AM IST

વડોદરાઃવડોદરામાં ઈન્ટરનેટના માધ્યમથી ચાલતા હાઈપ્રોફાઈલ સેકસ રેકેટના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં એસઓજી અને મહિલા પોલીસને સફળતા મળી છે. મહિલાઓને 1 મહિનાનો 1 લાખ સુધી પગાર ચુકવાતો હોવાનો ખુલાસો થયો છે.

વડોદરા એસઓજી પોલીસે ડમી ગ્રાહક બની ઈન્ટરનેટના માધ્યમથી ચાલતા હાઈપ્રોફાઈલ સેકસ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.જેમાં એસઓજી પોલીસે ઓલ્ડ પાદરા રોડ પર કોલગર્લ લઈને આવેલા દલાલને ઝડપી પાડયો હતો.હાઈપ્રોફાઈલ સેકસ રેકેટ ચલાવવા પાછળ કોલકત્તાના વિમળા અને તેના પુત્ર ક્રિષ્ના ખત્રીનું નામ સામે આવ્યુ હતું.જેને ઝડપી પાડવા માટે મહિલા અને એસઓજી પોલીસ સંયુકત રીતે તપાસ કરી રહ્યા હતા.ત્યારે આજે વડોદરા રેલવે સ્ટેશન પરથી સેકસ રેકેટ ચલાવતા મુખ્ય સૂત્રધાર ક્રિષ્ના ખત્રીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

વડોદરામાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટઃકોલગર્લ્સનો 1 મહિનાનો 1 લાખ પગાર

હાઈપ્રોફાઈલ સેકેસ રેકેટ ચલાવતો ક્રિષ્ના અને તેની માતા વિમળા કોલગર્લને એક માસના 1 લાખ રૂપિયા પગાર પેટે ચુકવતા હતા.તેમજ તેમને ખાવા અને રહેવાની વ્યવસ્થા અલગથી કરી આપતા હતા.બંન્ને માતા-પુત્રએ કોલગર્લને ગ્રાહક સુધી પહોચાડવા માટે એક રીક્ષા દલાલને રાખ્યો હતો.જેને એસઓજી પોલીસે અગાઉ દબોચી લીઘો હતો.સેકેસ રેકેટ ચલાવતા સંચાલક ગ્રાહક પાસેથી કોલગર્લ દીઠ 10 થી 20 હજાર વસુલતા હતા.સેકેસ રેકેટનો પર્દાફાશ થયા બાદથી જ ક્રિષ્ના ખત્રી કોલકત્તા નાસી ગયો હતો.

હાઈપ્રોફાઈલ સેકેસ રેકેટ ચલાવતી વિમળા હજી સુધી ફરાર છે.જેને પકડવા માટે પોલીસે તેનો પુત્ર અને આરોપી ક્રિષ્નાની સઘન પૂછપરછ હાથ ધરી છે.તેમજ પોલીસે ઈન્ટરનેટના માધ્યમથી કોલગર્લ મંગાવતા ગ્રાહકોની પણ શોધખોળ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર