વડોદરાઃઅકસ્માતમાં બે ના મોત,અંડર પાસ બનાવવાની માંગ સાથે ચકકાજામ

Jan 17, 2017 06:59 PM IST | Updated on: Jan 17, 2017 06:59 PM IST

વડોદરાઃવડોદરા અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા ફાજલપુર ગામ પાસે અવારનવાર અકસ્માત થાય છે.અકસ્માતમાં ગ્રામજનોના મોત થતા હોવાથી સ્થાનિક લોકોએ સરપંચને અંડર પાસ બનાવવાની માંગણી કરી હતી.પરંતુ સરપંચે ગ્રામજનોની માંગણીને ધ્યાનમાં લીધી ન હતી.જેના કારણે ફાજલપુર ગામ પાસે હાઈવે પર 24 કલાકમાં બે અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજયાં છે.

vadodra chakajam

વડોદરાઃઅકસ્માતમાં બે ના મોત,અંડર પાસ બનાવવાની માંગ સાથે ચકકાજામ

જેથી ગ્રામજનો ભારે રોષે ભરાઈ હાઈવે પર ચકકાજામ કરી વાહનવ્યવહાર બંધ કરાવ્યો હતો.જેના પગલે છાણી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.ગ્રામજનોએ અંડર પાસ બનાવવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી ચકકાજામ કરતા ટૂંક સમય માટે પરિસ્થિત તંગ બની હતી.ત્યારબાદ પોલીસે ગ્રામજનોને અંડર પાસ બનાવવા માટે તંત્રને રજુઆત કરવા માટે આશ્વાસન આપતા ગ્રામજનોએ હાઈવે ખાલ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર