વડોદરાઃઘરે જ બનાવ્યું સરકારી છાપખાનું!,નોટ,સ્ટેમ્પ હોય કે એલસી બધુ જ નકલી

Jan 05, 2017 03:23 PM IST | Updated on: Jan 05, 2017 03:23 PM IST

વડોદરાઃવડોદરાનાં કપુરાઇ ચોકડી પાસે નકલી ચલણી નોટ વટાવવા જતા બાતમીનાં આઘારે એસઓજી પોલીસે ડભોઇ રોડ કિશાનનગરમાં રેહતા શાહનાવજ ઉર્ફે શાનું પઠાણને 16480 ની નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડી ધરપકડ કરી છે.આરોપી શાહનાવજ પઠાણ પાસેથી એસઓજી પોલીસે બોગશ દસ્તાવેજો, , ડ્રાઇવીગ લાયસન્સ નંગ 13, કલેકટર સહિત વિવિઘ સરકારી કચેરીઓ નકલી સ્ટેમ્પ, પ્રિન્ટીંગનાં સાઘનો, જુદી જુદી બ્રાન્ડનાં કાગળો, લીવીંગ સર્ટીફિકેટ નંગ 10 સહિતનાં બોગશ દસ્તાવેજો ઝડપી પાડયા છે.

જયારે આરોપી પાસેથી 12000 થી વઘુની અસલી ચલણી નોટો પણ કબ્જે કરી છે ત્યારે એસઓજી પોલીસે આરોપી સાનુ પઠાણનાં રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે. ત્યારે આરોપી કેટલા સમયથી નકલી ચલણી નોટ વાપરતો હતો. તે અંગે ચોંકવાનારી વિગતો મળે તેવી શકયતાઓ છે.આરોપી પાસેથી પોલીસે 100, 50, 20, અને 10 ની નકલી ચલણી નોટો કબ્જે કરી છે.

વડોદરાઃઘરે જ બનાવ્યું સરકારી છાપખાનું!,નોટ,સ્ટેમ્પ હોય કે એલસી બધુ જ નકલી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર