વડોદરાઃનરાધમ પિતાએ પુત્રીને બનાવી ગર્ભવતી,6વર્ષથી કરતો હતો રેપ

Apr 25, 2017 05:04 PM IST | Updated on: Apr 25, 2017 05:04 PM IST

વડોદરામાં સંબંધોને લજવતા નરાધમ પિતાએ પુત્રી પર દુષ્કૃત્ય કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. 6 વર્ષથી નરાધમ પિતા પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો.પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

વડોદરાઃનરાધમ પિતાએ પુત્રીને બનાવી ગર્ભવતી,6વર્ષથી કરતો હતો રેપ

મકરપુરાના પાર્વતી નગર વિસ્તારની આ ઘટના છે.પુત્રી તપાસ કરાવવા જતા ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું.માતા-પુત્રીએ મકરપુરા પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.

સયાજી હોસ્પિટલમાં તબીબોએ દિકરીને ગર્ભ હોવાનું કહેતા માતા ચોકી ગઇ હતી ત્યારે પાંચ વર્ષથી ડરેલી પુત્રીએ રડમસ થઇ ચોકાવનારો ખુલાસો કરતા કહ્યુ હતુ કે, મારા પેટમાં પિતાનું જ બાળક છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર