વડોદરાઃકોંગ્રેસ આવે છે લખેલા હોડિંગ્સ ફાળતા વિવાદ,ભાજપ પર આક્ષેપ

Apr 06, 2017 02:17 PM IST | Updated on: Apr 06, 2017 02:17 PM IST

વડોદરા કોગ્રેસ દ્વારા ભરતસિંહ સોલંકીને આવકારવા માટે લગાવેલા હોર્ડિગ્સ કોઈ અજાણ્યા શખ્સોએ ફાડી નાખતા કોગ્રેસ કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા.વડોદરા કોગ્રેસે શહેરના કોઠી બીએસએનએલ ચાર રસ્તા પાસે પ્રદેશ કોગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીને આવકારતા હોર્ડિગ્સ લગાવ્યો હતો.જે હોર્ડિગ્સને ભરતસિંહ સોલંકી વડોદરામાં આવે તે પહેલા જ કેટલાક લોકોએ ફાડી નાખ્યો હતો.

જેના લીધે રોષે ભરાયેલા કોગ્રેસ કાર્યકર્તાઓએ કોગ્રેસ કાર્યલયની બહાર ભાજપ વિરોધી અને ભરતસિંહના સમર્થનમાં નારા લગાવ્યા હતા.શહેર કોગ્રેસના પ્રવકતાએ ભાજપના કાર્યકર્તાઓ પર હોર્ડિગ્સ ફાડવાનો આરોપ લગાવ્યો છે.તો સાથે જ ભાજપની હતાશા છતી હોવાનું કહી શાબ્દીક પ્રહાર કર્યો હતો.

વડોદરાઃકોંગ્રેસ આવે છે લખેલા હોડિંગ્સ ફાળતા વિવાદ,ભાજપ પર આક્ષેપ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર