વડોદરાના બિઝનેસમેનની અમેરિકામાં આતંક ફેલાવવાના આરોપમાં ધરપકડ

Jan 30, 2017 07:20 PM IST | Updated on: Jan 30, 2017 07:50 PM IST

વડોદરાઃવડોદરાના બિઝનેસમેનની અમેરિકાના નોર્થ ડાકોટા સ્ટેટના એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.બિઝનેસમેન પરમાન રાધાક્રિષ્નન પર આતંક ફેલાવવાનો આરોપ લગાવાયો છે.બિઝનેસમેન પરમાનની પુત્રીએ આરોપોને ફગાવ્યા છે.પરિવારે વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજને ટ્વીટ કરી મદદ માગી છે.પરિવારને હજી સુધી વિદેશ મંત્રાલયથી કોઇ પ્રત્યુતર મળ્યો નથી.બિઝનેસમેન પરમાનનો પરિવાર ચિંતામાં મુકાયો છે.

વડોદરાના 53 વર્ષીય બિઝનેસમેન પરમાન રાધાક્રિષ્નની શનિવારે સવારે એરપોર્ટ પર કર્મચારી સાથે માથાકુટ થયા બાદ કર્મચારીએ બેગમાં બોમ્બની ધમકી આપી બોમ્બ સ્કર્વોડને બોલાવી હતી. તપાસમાં શંકાસ્પદ કઇ ન હાથ લાગ્યા બાદ એરપોર્ટ પર લોકોની અવર જવર શરૂ કરાઇ હતી. જો કે સિક્યુરિટી એજન્સીએ પરમાન રાધાક્રિષ્નન પર આતંક ફેલાવવાનો આરોપમાં અટકાયત કરી છે. નોધનીય છે કે, રાધાક્રિષ્નન એક અઠવાડિયાની અમેરિકાની ટૂર પર હતા. પરમાન રાધાક્રિષ્નન વડોદરાની દેવકી એનર્જી કન્સલટન્સી પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર