LIVE: યૂપીની જનતા એસપી બીએસપીથી મુક્તિ ઇચ્છે છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Mar 06, 2017 02:05 PM IST | Updated on: Mar 06, 2017 02:29 PM IST

વારાણસી #ઉત્તરપ્રદેશના સાતમા અને અંતિમક તબક્કાના મતદાન માટે જન સભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, યૂપીની જનતા એસપી બસપાથી મુક્તિ ઇચ્છે છે. ગામડાઓના વિકાસથી જ દેશનો વિકાસ થશે પરંતુ વિકાસ માટે પરિવર્તન જરૂરી છે.

વારાણસી ખાતે રોડ શો કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહનિયા ખાતે જનસભાને સંબોધતાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. લાલબહાદુર શાસ્ત્રીના નિવાસ સ્થાને મુલાકાત લેતાં ગૌરવ અનુભવ કર્યાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે, આજે મુલાકાત લેતાં પણ મારા કાનમાં જય જવાન જય કિસાન ગૂંજતું હોય એવું લાગ્યું.

LIVE: યૂપીની જનતા એસપી બીએસપીથી મુક્તિ ઇચ્છે છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

એનડીએની સરકાર ગરીબો માટે કામ કરતી હોવાનો ઉલ્લેખ કરતાં એમણે કહ્યું કે, આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગરીબોને ઘર ન હોય તે કેવી રીતે ચાલે, અમારૂ સપનું છે કે, આવનારા 2022 સુધી તમામ ગરીબોને ઘર આપવાનું અમારૂ લક્ષ્ય છે.

વધુમાં તેમણે કહ્યું કે, દેશના વિકાસ માટે ખેડૂતોનો વિકાસ થવો જરૂરી છે. એ માટે અમે ખાસ આયોજન કર્યું છે. અત્યાર સુધી આપણા ધરતી માતાનું શોષણ કર્યું છે. એ માટે જમીનનું લેબોરેટરીમાં પરિક્ષણ જરૂરી છે. કયા પાક માટે કયા તત્વો જરૂરી છે એ તપાસ કરાશે અને એ માટે અમે ઇ ગામને જોડવા માટે અને ખેડૂતોના વિકાસ માટે અરબો રૂપિયા લગાવ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવાનો અમારો લક્ષ્યાંક છે.

ખેડૂતોને મળતા ખાતર અંગે એમણે કહ્યું કે, અત્યાર સુધી કાળા બજારીયાઓને કારણે ખેડૂતોને ખાતર મળતું ન હતું. પરંતુ અમે યુરીયાને નીમ કોટેડ કર્યું અને ખેડૂતોને આસાનીથી ખાતરનો જથ્થો પુરતો મળી રહ્યો છે.

સમાજવાદી અખિલેશ યાદવની સરકાર સામે નિશાન તાકતાં પીએમ મોદીએ કહ્યું કે, સરકાર ખેડૂતો માટે ઘણું બધુ કરી રહી છે. પરંતુ અખિલેશ સરકાર ખેડૂતોનું અનાજ ખરીદવામાં પણ ઉત્સાહ નથી દાખવતી, જેને કારણે ખેડૂતોને પાણીના ભાવે પોતાનો પાક વેચવો પડી રહ્યો છે.

ખેતી બાદ રોજગારને લઇને સપા સરકાર સામે આકરા પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે અહીં આવતાં મેં એક અખબારમાં નોકરીની જાહેરાત જોઇ, પરંતુ હું યુવાનોને પુછવા ઇચ્છું છું કે, તમે ઇમાનદાર હો, તમે હોંશિયાર હો તો શું તમને નોકરી મળે છે ખરી? ઇન્ટરવ્યૂના નામે યુવાનો સાથે લૂંટ ચલાવાઇ રહી છે.

ખેડૂતોને સમૃધ્ધ કરવા માટે ભાજપા સરકાર પ્રયત્નશીલ હોવાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ખેડૂતોના જુના પંપ અમે વિના મૂલ્યા બદલી આપીશું કે જેથી ખેડૂતો સરળતાથી સિંચાઇ કરી શકે અને સારૂ ઉત્પાદન મેળવી શકે.

પરિવર્તન કરવાની અપીલ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા 15 વર્ષમાં આ સરકારોએ એક આખી પેઢીને તબાહ કરી છે. વારે વારે આ લોકોને મોકો આપવા જેવો નથી. એમણે ઉત્તરપ્રદેશને તબાહ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીને ભારે બહુમતથી વિજયી બનાવો. 8 તારીખે પહેલા મતદાન પછી જલપાન કહી પીએમએ મતદાન માટે અપીલ કરી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર