રાહુલ ગાંધી સહારનપુરથી સરસાવા પહોચ્યા,બોર્ડર પર જ પીડિત પરિવારને મળ્યા

May 27, 2017 10:26 AM IST | Updated on: May 27, 2017 05:53 PM IST

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહારનપુર પહોચ્યા છે. જાણવા મળ્યુ છે કે, રાહુલને રોકવા પ્રશાસને સીમાઓ સીલ કરી દીધી છે. પરંતુ રાહુલ હિંસાગ્રસ્ત વિસ્તારમાં જવા માટે અડગ રહ્યા છે. અનેક કાર્યકર્તાઓ સાથે પગપાળા રવાના થયા છે. ત્યાથી તે સરસાવા પહોચ્યા છે અને પીડિત પરિવારને મળ્યા છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે હિસાગ્રસ્ત યુપીના સહારનપુરની મુલાકાત લેવા નીકળ્યા છે. તેમની સાથે યુપી કોગ્રેસ અધ્યક્ષ રાજબબ્બર પણ છે. જો કે પોલીસ અને જિલ્લા પ્રશાસને આ પ્રવાસની મંજુરી આપી નથી. કોંગ્રેસ સુત્રોના કહેવા મુજબ રાહુલ સાથે ગુલાબ નબી આઝાદ,રાજ બબ્બર પણ છે. બધા પહેલા સોનિયા ગાંધીને મળવા ગયા અને પછી યમુના નગર વાળા રોડ માર્ગથી સહારનપુર જવા રવાના થયા છે.

રાહુલ ગાંધી સહારનપુરથી સરસાવા પહોચ્યા,બોર્ડર પર જ પીડિત પરિવારને મળ્યા

રાહુલ બપોરે 12.30કલાકે સહારનપુર પહોચશે. જ્યાં કોંગ્રેસના મોટાઓ અને કાર્યકર્તાઓ સાથે ચાલીની પીડિત પરિવારોની મુલાકાત લેશે.

શું છે મામલો?

સહારનપુરમાં શબ્બીરપુર ગામમાં મહારાણા પ્રતાપ શોભાયાત્રા દરમિયાન થયેલા એક મોટા વિવાદએ હિંસક રુપ લીધુ હતું. જે પછી વિશેષ જાતિ પર દલિતો સાથે અત્યાચાર કરવા અને તેમના ઘર સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર સામે કેસ નોધાયો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર