મથુરાઃનહેરમાં કાર ખાબકતા 10 શ્રદ્ધાળુના મોત, શવ બહાર કાઢવા કાચ તોડવા પડ્યા

Jun 11, 2017 09:43 AM IST | Updated on: Jun 11, 2017 09:43 AM IST

મથુરામાં રવિવારે વહેલી સવારે શ્રદ્ધાળુઓની કાર નહેરમાં ખાબકતા 10ના મોત નીપજ્યા છે. ઇનોવા કારના ડ્રાયવરે સવારે 4-30 કલાકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. કારના કાચ તોડી તમામના મૃતદેહ બહાર કઢાયા હતા.

કહેવાય છે કે શ્રદ્ધાળુ બાલાજીના દર્શન કરી પાછા ફરી રહ્યા હતા. ઘટનામાં 9 જણાની ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ઓળખ પત્રના આધારે શ્રદ્ધાળુઓની ઓળખ કરી તેમના સંબંધીઓને જાણ કરાઇ છે. શ્રદ્ધાળુઓ બરેલી વિસ્તારના હોવાનું જાણવા મળ્યુ છે. કાર ફતેહપુર નહેરના પુલ પરથી પસાર થતી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી.

મથુરાઃનહેરમાં કાર ખાબકતા 10 શ્રદ્ધાળુના મોત, શવ બહાર કાઢવા કાચ તોડવા પડ્યા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર