આજે નક્કી થશે યુપીના સીએમ કોણ હશે? રેસમાં છે આ દિગ્ગજો

Mar 12, 2017 10:01 AM IST | Updated on: Mar 12, 2017 12:41 PM IST

આજે નક્કી થશે યુપીના સીએમ કોણ હશે? આ ચહેરા છે દાવેદારોમાં આગળ

યુપી વિધાનસભા ચુંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ચુકી છે ત્યારે બીજેપીમાં સીએમ પદના ચહેરાને લઇ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલ સંગઠનમાંથી લઇ સંઘ સુધી તેમની કામગીરી રહી છે. મુખ્યમંત્રી પદના દાવેદારોમાં રાજનાથસિંહનું નામ સૌથી આગળ છે. પરંતુ કેન્દ્રના ગૃહમંત્રી પદની અહેમ જીમેદારી અને રાષ્ટ્રીય રાજનીતીમાં મોદી પછી તેઓ અહેમ ચહેરો છે જેથી તે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં પાછા ફરે તેવું ઓછુ ચાન્સ છે.

કેશવ પ્રસાદ મૌર્ય

2014માં લોકસભા ચુંટણી જીત પછી પાર્ટીમાં કેશવ પ્રસાદ મૌર્યનું કદ વધ્યુ છે. સૌથી મોટુ કારણ છે યુપીમાં બીજેપી લગાતાર ઓબીસી વોટરોને ટારગેટ કરતી રહી છે નક્કી છે 2019માં લોકસભા ચુંટણીમાં પાર્ટીનું ફોકસ યુપીમાં લગભગ 54 ટકા વોટર ઓબીસી મતદારો પર રહેશે. આવી સ્થીતીમાં ઓબીસી સમુદાયથી આવતા કેશવને સીએમ પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

યોગી આદિત્યનાથ

પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતાઓમાં એક યોગી આદિત્યનાથનું નામ પૂર્વાચલની રાજનીતિમાં મહત્વનું મનાય છે. તેમની છબીનો ઉપયોગ કરી પાર્ટી આ વખતે ચુંટણીમાં ફાયદો મળ્યો છે. પશ્વિમ ઉત્તર પ્રદેશથી લઇ પૂર્વી ઉત્તર પ્રદેશ સુધી સ્ટાર પ્રચાર તરીકે આદિત્યનાથે સભાઓ ગજવી છે. સંઘમાં પણ તેમની નજીકી છે પરંતુ પાર્ટી સંગઠનમાં યોગી માટે વધુ ચુનોતીઓ છે.

મનોજ સિન્હા

આ ગૃહમંત્રી રાજનાથસિંહના નજીકના મનાય છે અને પુર્વાચલમાંથી આવે છે. પુર્વાચલ પર પાર્ટીનું સૌથી વધુ ફોક્સ છે. ખુદ પીએમ મોદી પુર્વાચલમાં જીતને પાર્ટી માટે સત્તાની ચાવી માને છે. જો કે રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હાના કામના વખાણ પીએમ મોદી ખાસ કરતા રહ્યા છે.

સુચવેલા સમાચાર