લખનઉમાં IAS અધિકારીનું શંકાસ્પદ મોત,રસ્તા પાસેથી મળી લાશ

May 17, 2017 11:36 AM IST | Updated on: May 17, 2017 11:36 AM IST

લખનઉમાં કર્ણાટક કેડરના IAS અનુરાગ તિવારીની શંકાસ્પદ મોત નીપજ્યું છે. હજરતગંજમાં મીરાબાઈ ગેસ્ટ હાઉસ પાસે રસ્તાની બાજુમાંથી તેમની લાશ મળી છે. અનુરાગ યુપીના બહરાઇચના રહેવાસી હતા.કર્ણાટકમાં નાગરિક પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા હતા.

પ્રાથમિક તપાસમાં પોલીસને આઇએએસ અધિકારીની લાશ પર કોઇ પ્રકારના ઇજાના નિશાન મળ્યા નથી. અત્યારે હાર્ટ એટેકથી મોતનું કારણ માની રહીછે. માહિતી મળી છે કે અનુરાગ તિવારી બહરાઇચના રહીશ છે અને કોઇ કામથી લખનઉ આવ્યા હતા.

લખનઉમાં IAS અધિકારીનું શંકાસ્પદ મોત,રસ્તા પાસેથી મળી લાશ

અનુરાગ મીરાબાઇમાં ગેસ્ટ હાઉસના રૂમ નંબર 60માં રોકાયા હતા. તેઓ સવારે વોકિંગ માટે નીકળ્યા હતા. ગેસ્ટ હાઉસથી 50 મીટર દૂર તેમનો મૃતદેહ મળ્યો છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર