યોગ મહોત્સવમાં બોલ્યા સીએમ યોગી, સૂર્ય નમસ્કાર અને નમાઝ એક જેવા

Mar 29, 2017 07:23 PM IST | Updated on: Mar 29, 2017 07:23 PM IST

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ બુધવારે રાજધાની લખનઉમાં આયોજીત યોગ મહોત્સવ દરમિયાન કહ્યુ કે યોગ કોઇ જાતિ,ધર્મ, ઉમર કે લિંગનું મોહતાજ નથી. અસલમમાં સૂર્ય નમસ્કારમાં પ્રાણાયામની ક્રિયાઓ અને નમાઝની મુદ્રાઓ એક જેવી છે.

જો તમે સૂર્ય નમસ્કાર કરતા જોશો તો તમને એ એવુ જ લાગશે જેવી રીતે મુસ્લિમ નમાજ પઢે છે. સૂર્ય નમસ્કારમાં જેટલા આસન હોય છે તેમા જે પ્રાણાયામની ક્રિયા છે તે મુસ્લિમભાઇ જે નમાજ પઢે તે તેને મળતી-જુલતી છે.

યોગ મહોત્સવમાં બોલ્યા સીએમ યોગી, સૂર્ય નમસ્કાર અને નમાઝ એક જેવા

ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં આયોજિત ઉત્તર પ્રદેશમાં યોગ મહોત્સવમાં બાબા રામદેવ સાથે રાજ્યપાલ રામ નાઇક પણ હાજર રહ્યા હતા. મહોત્સવમાં સીએમ યોગીએ કહ્યુ કે તેમને યોગ કાર્યક્રમથી ખુશી થઇ છે. લોકો સાધુ સંતોને ભીખ નથી આપતા પણ મને તો સત્તા સોપી દીધી છે.

પીએમ મોદી અને પાર્ટીનો આભાર વ્યક્ત કરતા સીએમ યોગીએ કહ્યુ કે તેમણે મને સત્તા સોપી છે. સરકાર સામે પડકાર બહુ છે પરંતુ જીમનમાં સકારાત્મક સોચવું મોદીજી પાસેથી શીખવા મળ્યુ છે. તેમના આ વિચારને લીધે દેશ આગળ વધી રહ્યો છે.

સુચવેલા સમાચાર