બાબરી કેસઃપેશી માટે લખનઉ પહોચ્યા અડવાણી, ગેસ્ટ હાઉસમાં યોગી સાથે મુલાકાત

May 30, 2017 09:34 AM IST | Updated on: May 30, 2017 11:25 AM IST

અયોધ્યામાં વિવાદિત ઢાંચો તોડી પાડવા મામલે સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટ મંગળવારે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી,ઉમા ભારતી, મુરલી મનોહર જોશી, વિજય કટિયાર, સાધ્વી ઋતુભરા અને વિષ્ણુ હરિ ડાલમિયા પર આરોપ નક્કી કરશે. કલ્યાણસિંહને રાજ્યપાલ રહેવા સુધી છુટી મળી છે.

સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટમાં હાજર થવા આડવાણી અને જોશી દિલ્હીથી લખનઉ જવા રવાના થયા છે.

બાબરી કેસઃપેશી માટે લખનઉ પહોચ્યા અડવાણી, ગેસ્ટ હાઉસમાં યોગી સાથે મુલાકાત

અડવાણી કોર્ટમાં હાજર થવા લખનઉ પહોચી ચુક્યા છે અને વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં રોકાયા છે. તેમને મળવા યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગેસ્ટ હાઉસ પહોચ્યા છે. મુરલી મનોહર જોશી પણ લખનઉ પહોચી ચુક્યા છે. સ્પેશ્યલ કોર્ટમાં 11 વાગે સુનાવણી શરૂ થશે.

આ દરમિયાન બધા આરોપિયોને સીબીઆઇની વિશેષ કોર્ટમાં હાજર થવાનું છે. નોધનીય છે કે ગત સપ્તાહે આરોપીઓ દ્વારા હાજરી માફી માટે અરજી કરાઇ હતી જેને મંજૂર કરતા કોર્ટએ બધાને 30 મેના હાજર થવાનું કહ્યુ હતું.

આ મામલે છ અન્ય આરોપી મહંત નૃત્ય ગોપાલ દાસ, મહંત રામ વિલાસ વેદાંતી, વેકુઠ લાલ શર્મા ઉર્ફે પ્રેમજી, ચમ્પત રાય બંસલ, ધર્મ દસ અને સતીષ પ્રધાન પર પણ આજે આરોપ તય કરાશે. તેમના પર બાબરી મસ્જીદ તોડવાનું ષડયંત્ર અને અન્ય આરોપમાં ટ્રાયલ ચલાવાશે.

નોધનીય છે કે ,19 એપ્રિલે સુપ્રીમ કોર્ટે બધા આરોપી સામે અપરાધિક સાજીસને લઇ ટ્રાયલનો આદેશ કર્યો હતો. ટ્રાયલને બે વર્ષમાં પુર્ણ કરવાનો પણ આદેશ કર્યો છે. આ દરમિયાન સુનાવણી કરતા જજની ટ્રાન્શફર પણ નહી કરી શકાય.

શું છે મામલો

6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચો દેશભરમાંથી આવેલા લાખો કાર સેવકો દ્વારા તોડી પડાયો હતો. આરોપ છે કે આ નેતાઓના ઉપસાવવા પર કારસેવકોએ આવું કર્યુ હતું. જે પછી બીજેપી અને વિહિપના વરીષ્ટ નેતાઓ પર આપરાધિક સાજિસ સહિત અન્ય કલમો લગાવી કેસ નોધાયો હતો.

સુચવેલા સમાચાર