બાબરી કેસઃઆડવાણી,ઉમા અને જોશીને મળી રાહત

Jun 07, 2017 03:33 PM IST | Updated on: Jun 07, 2017 03:33 PM IST

અયોધ્યામાં વિવાદિત ઢાંચા તોડી પાડવા મામલે સીબીઆઇની વિશેષ કોર્ટએ બીજેપી નેતા લાલકૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતીને રાહત આપતા દરરોજ હાજર રહેવામાંથી છુટ આપી છે.

મામલામાં અન્ય છ આરોપીઓને રોજ હાજર રહેવામાંથી રાહત આપવા અર્જી કરી છે. લખનઉમાં સીબીઆઇની વિશેષ કોર્ટમાં બાબરી ઢાંચા તોડી પાડવા મામલે ટ્રાયલ ચાલી રહી છે.

બાબરી કેસઃઆડવાણી,ઉમા અને જોશીને મળી રાહત

આ નેતાઓ દ્વારા સીબીઆઇની વિશેષ કોર્ટમાં રોજ હાજરી આપવામાંથી છુટ મળે તે માટે અરજી કરાઇ હતી. જેમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને ઉમરને જોતા અદાલતે છુટ આપી છે. જ્યારે ઉમા ભારતી ચુંકિ કેન્દ્ર સરકારમાં મંત્રી છે. એ માટે તેમણે રોજ હાજર રહી શકે તેમ ન હોવાથી છુટ અપાઇ છે.

આ પહેલા 30 મેના અયોધ્યામાં વિવાદાસ્પદ ઢાંચો તોડી પાડવા મામલે બીજેપીના વરીષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પુર્વ કેન્દ્રીય શિક્ષા મંત્રી મુરલી મનોહર જોશી અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી સહિત 12 આરોપીઓ પર સીબીઆઇની વિશેષ અદાલતે આરોપ નક્કી કરી દીધા છે. આમની સામે હવે અપરાધીક સાજીસનો કેસ ચાલી રહ્યો છે. જેમાં બધા જામીન પર મુક્ત છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર