યોગી સરકારની નવી પહેલ, યુપીની જેલમાં કેદીઓ કરશે ગૌ સેવા

Jun 18, 2017 11:55 AM IST | Updated on: Jun 18, 2017 11:55 AM IST

કાનપુરમાં યુપી સરકારના જેલ રાજ્યમંત્રી જય કુમાર ઉર્ફે જેકીએ જણાવ્યુ કે મેરઠ સહિત પ્રદેશની બધી જેલોમાં ગૌ શાળા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ યોજનાથી જેલમાં બંધ કેદીઓને પણ સડક પર ફરતી ગાયોની સેવા અને પાલન કરવાનો અવસર મળશે. જેથી કેદીઓને રોજગારી પણ આપવામાં આવશે.

જણાવી દઇએ કે બજારમાં વેચાતા ગાયના દૂધની રકમ સીધી કેદીઓના ખાતામાં ટ્રાન્સફર કરાશે. ગાયનું પાલન પોષણ જેલમાં બંધ કેદી કરશે. સાથે ગૌશાળા ખોલાતા જેલમાં ખાલી પડેલ જમીનો પર સારો ઉપયોગ કરાશે. જ્યારે મુરાદાબાદ સહિત કેટલાક જિલ્લામાં ગૌશાળા પહેલેથી છે જેમાં ગાયોનું પાલન થઇ રહ્યુ છે.

યોગી સરકારની નવી પહેલ, યુપીની જેલમાં કેદીઓ કરશે ગૌ સેવા

સુચવેલા સમાચાર