મોદીનું અખિલેશ પર નિશાન, બીજેપીની સરકાર બનશે તો નોકરિયોમાં થયેલા ગોટાળાની તપાસ કરાશે

Feb 08, 2017 02:37 PM IST | Updated on: Feb 08, 2017 02:37 PM IST

ગાજિયાબાદમાં ચુંટણી પ્રચારની રેલીમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં 14 વર્ષથી વિકાસનો વનવાસ છે. આ સમાપ્ત કરવો પડશે. તેમણે આરોપ લગાવ્યો કે અહી જેટલા પણ લોકો ચુંટણી પ્રચાર કરી રહ્યા છે તે પાંચ વર્ષના કામકાજનો હિસાબ નથી આપી રહ્યા.

જ્યારે અખિલેશ જીતીને આવ્યા તો મને લાગ્યુ તેઓ જરૂર ઉત્તર પ્રદેશનો વિકાસ કરશે. પણ તેમણે 5 વર્ષમાં પ્રદેશનો વિકાસ કરી નાખ્યો, સુરજ આથમ્યા પછી બહેન-દિકરી ઘરની બહાર નીકળી શકતી નથી. જે રાજ્યમાં આટલી મહિલા ધારાસભ્ય છે ત્યા પણ મહિલાઓ અસુરક્ષિત કેમ છે?

મોદીનું અખિલેશ પર નિશાન, બીજેપીની સરકાર બનશે તો નોકરિયોમાં થયેલા ગોટાળાની તપાસ કરાશે

પીએમ મોદીએ રેલી સંબોધતા કહ્યુ કે 2019માં ચુંટણીમાં પોતે કામકાજનો હિસાબ જરૂર આપશે. અખીલેશ સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે તેણે કાનૂન વ્યવસ્થા સુધરે તેમાં કોઇ રસ નથી. સગા સંબંધીઓને ખુલ્લી છુટ આપી દીધી છે.

મારી સરકાર બનશે તો નોકરિયોમાં થયેલા ગોટાળાની તપાસ કરાશે. સૌથી વધુ નોકરીયો વર્ગ 3 અને 4 માટે હોય છે. 100 નોકરી માટે હજારો લોકો આવેદન કરે છે. પછી ઇન્ટરવ્યું થાય છે. અને 30સેકન્ડમાં ખબર પડી જાય કે યુવક નોકરી લાયક છે કે નહી.આ બેઇમાની હતી જેને અમે ખતમ કરી છે. આની આડમાં કાળાધનનો કારોબાર થાય છે. જેને લઇ કેન્દ્ર સરકારે નોકરિયોમાં ઇન્ટરવ્યુ ખતમ કર્યો પરંતુ અખિલેશ સરકાર તેને ખતમ નથી કરી રહી.

સુચવેલા સમાચાર