દિકરી માટે 20 રૂપિયા માગ્યા તો પતિ બોલ્યો- તલાક તલાક તલાક

May 14, 2017 10:11 AM IST | Updated on: May 14, 2017 10:11 AM IST

ઉત્તર પ્રદેશના ફિરોજાબાદમાં દિકરી માટે 20 રૂપિયા માગતા યુવકે પોતાની પત્નીને તલાક આપ્યાનો કિસ્સો સામે આવ્યો છે.ફિરોજબાદના રસુલપુરમાં રહેતી સાજિયાને તેના શૌહરે માત્ર એટલા માટે તલાક આપ્યા કેમકે પોતાની દિકરી માટે 20 રૂપિયા માગ્યા હતા. શૌહરે તેને ઘરથી બહાર કાઢી અને મકાન પર તાળુ લટકાવી ફરાર થઇ ગયો છે.

sajia talak

દિકરી માટે 20 રૂપિયા માગ્યા તો પતિ બોલ્યો- તલાક તલાક તલાક

સાજિયા મુળ ઇટાવા જનપથની રહેવાસી છે. તેના માતા-પિતાનું અવસાન થઇ ચુક્યુ છે. સાજિયાનો આરોપ છે કે તેનો પતિ શાનુના સંબંધ બીજી કોઇ છોકરી સાથે છે. આ કારણે શાનુ તેની સાથે રાખવા નથી માગતી. સાજિયાએ પોલીસને ફરિયાદ કરી પરંતુ પોલીસે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી.

સાજિયા ન્યાય ઇચ્છે છે સાથે ત્રણ તલાકના આ શરીયત કાનુન બદલવા પણ ઇચ્છે છે. સાજિયાનું કહેવું છે. ત્રણ તલાક કહેવાથી માત્ર બે મિનિટમાંજ મહિલાની જીંદગી વેરવીખેર થઇ જાય છે.

સુચવેલા સમાચાર