યુપીઃબરેલીમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત,24 જણા ભડથુ

Jun 05, 2017 09:09 AM IST | Updated on: Jun 05, 2017 12:40 PM IST

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક મોટુ દુર્ઘટના થવા પામી છે. રોજવેઝ બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર બાદ આગ લાગી હતી. આ આગમા 24 જણા બળીને ભડથુ થઇ ગયા હતા. જ્યારે સવાર 16 મુસાફરોની હાલત ગંભીર છે. બાકી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

દુર્ઘટના વુધરીચૈનપુર જિલ્લામાં થઇ છે. મળતી વિગત મુજબ એનએચ 24 પર રોડવેજ બસ દિલ્હીથી બહરાઇચ માટે જઇ રહી હતી. બસ રોગ સાઇટમાં ટ્રકને ટકરાઇ હતી. ટક્કર થતા જ બસની ડિઝલ ટેન્કમાં આગ લાગી હતી જે આખી બસમાં લાગી ગઇ હતી.

યુપીઃબરેલીમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત,24 જણા ભડથુ

પીએમ મોદીએ ટ્વીટ કરી દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કરી પીએમએનઆરએફથી 2-2 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર