એકશનમાં યોગી: યૂપીમાં 100થી વધુ દાગી પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

Mar 24, 2017 08:31 AM IST | Updated on: Mar 24, 2017 08:31 AM IST

લખનૌ #ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી અને એમનું મંત્રી મંડળ એકશનમાં છે. નવી સરકારે પોતાનું કામ શરૂ કરતાંની સાથે જ રાજ્યમાં સપાટો બોલાવ્યો છે. એન્ટી રોમિયો સ્ક્વોડની સાથોસાથ સીએમ યોગીએ દાગી પોલીસ કર્મીઓ પર પણ કોરડો વીંઝ્યો છે. અત્યાર સુધી 100 જેટલા દાગી પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજ્યના વિવિધ શહેરોમાં ફરજ બજાવતા અને જેમની વિરૂધ્ધ ભ્રષ્ટાચાર સહિતના ગંભીર ગુનાઓની ફરિયાદોને પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડીજીપીના આદેશથી લખનોમાં સાત પોલીસ ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલાઓમાં સૌથી વધુ પોલીસ કર્મીઓ ગાજીયાબાદ, મેરઠ, નોઇડા અને લખનૌના છે.

એકશનમાં યોગી: યૂપીમાં 100થી વધુ દાગી પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

ઉત્તરપ્રદેશના જન સંપર્ક અધિકારી રાહુલ શ્રીવાસ્તવે જણાવ્યું કે, રાજ્યમાં નવી સરકારની રચના બાદ અત્યાર સુધી 100થી વધુ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દાગી પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઇને નવી સરકાર એકશનમાં છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર