આગામી દિવસોમાં ગુજરાતમાં સામાન્ય રહેશે ઠંડી

Jan 04, 2017 08:47 PM IST | Updated on: Jan 04, 2017 08:47 PM IST

અમદાવાદઃડિસેમ્બર મહિનાના અંતમાં અને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ગુજરાત ઠંડીથી ઠુઠવાટુ હોય છે.પરંતુ ચાલુ વર્ષ શિયાળાની ઠંડીનો અહેસાસ જ નથી થયો.જાન્યુઆરી મહિના પણ 4 દિવસ વિતી ગયા પછી પણ ગુજરાતનુ સૌથી ઠંડુ શહેર ગણાતુ નલિયાનુ લઘુતમ તાપમાન પણ 7 ડિગ્રીથી નીચે નથી નોંધાયુ..અને હવે ઠંડી વધવાની કોઈ સંભાવના પણ નથી.

ગુજરાતમાં કહેવાય છે કે મકરસંક્રાતિ બાદ ઠંડીનુ જોર ઘટી જતુ હોય છે.ત્યારે હવામાન વિભાગે જણાવ્યુ છે કે ગુજરાતમાં ઠંડી વધવાની કોઈ સંભાવના નથી અને બે ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડીનુ પ્રમાણ સામાન્ય રહેશે.

આગામી દિવસોમાં ગુજરાતમાં સામાન્ય રહેશે ઠંડી

 

સુચવેલા સમાચાર