ન્યૂઝ18ના ખુલાસા બાદ વિજય માલ્યાની ટ્વિટ, મને ફુટબોલ બનાવી રમી રહી છે યૂપીએ અને એનડીએ સરકાર

Feb 03, 2017 11:57 AM IST | Updated on: Feb 03, 2017 11:57 AM IST

નવી દિલ્હી# કરોડો રૂપિયાની બેંક લોન ભરપાઇ કર્યા વિના દેશ છોડી ભાગી ગયેલ વિજય માલ્યાએ એ મીડિયા રિપોર્ટને આશ્વર્યજનક ગણાવ્યો છે કે જેમાં કહેવાયું છે એણે પોતાનો પાવર અને સંબંધનો ઉપયોગ કરીને બેંકો પાસેથી તગડી રકમની લોન મેળવી હતી. અહીં નોંધનિય છે કે, સીએનએન ન્યૂઝ18એ આ ખબરનો ખુલાસો કર્યો હતો કે, માલ્યાએ યૂપીએ સરકાર દરમિયાન નાણા મંત્રાલયના સંયુક્ત સચિવ અમિતાભ વર્માએ બેંકથી લોન લેવામાં મદદ કરી હતી. આ અંગેના મેઇલની વિગતો પણ રજુ કરી હતી.

વાંચો: દેવામાં ડૂબેલ વિજય માલ્યાને અમિતાભે કરી હતી મદદ!

ન્યૂઝ18ના ખુલાસા બાદ વિજય માલ્યાની ટ્વિટ, મને ફુટબોલ બનાવી રમી રહી છે યૂપીએ અને એનડીએ સરકાર

ચકચારી આ ખુલાસા બાદ વિજય માલ્યાએ ટ્વિટ કરી કહ્યું છે કે, હું સીબીઆઇના આ આરોપથી ચકિત છું, આ બધું ખોટું છે. બિઝનેશ અને અર્થવ્યવસ્થા મામલે કેટલું જાણનારી પોલીસ આ મામલે ખોટું કેમ કરી રહી છે.

માલ્યાએ ટ્વિટ કર્યું કે, મીડિયા ખુશી ખુશી એક પીચની જેમ ઉપયોગ થઇ રહ્યું છે અને હું એક ફુટબોલની જેમ. અને બે પ્રતિદ્વંદ્વી ટીમ યૂપીએ અને એનડીએ એકબીજા સાથે મેચ રમી રહી છે, ર્દુભાગ્યથી આ મેચમાં કોઇ રેફરી નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર