એક્ઝિટ પોલ: યૂપીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી પરંતુ સરકાર બનાવવામાં અસફળ

Mar 10, 2017 10:58 AM IST | Updated on: Mar 10, 2017 10:58 AM IST

bjp7

નવી દિલ્હી #વર્ષ 2019માં થનારી લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને ભાજપ માટે સેમીફાઇનલના રૂપમાં જોવાઇ રહી છે. 11મી માર્ચને શનિવારે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે ત્યારે એક્ઝિટ પોલના આંકડા ભાજપ માટે સારા પણ છે અને એક રીતે કાચા પણ કહી શકાય એમ છે.

એક્ઝિટ પોલ: યૂપીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી પરંતુ સરકાર બનાવવામાં અસફળ

ઉત્તરપ્રદેશમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉપસી આવી રહી છે પરંતુ પૂર્ણ બહુમતથી ઘણી પાછળ દેખાઇ રહી છે, આ જોતાં સરકાર બનાવવી ભાજપ માટે કઠીન જણાઇ રહ્યું છે.

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ટીવી સી વોટર્સે ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનને 403 બેઠકોમાંથી 155 167 બેઠકો આપી છે. જ્યારે સત્તાધીશ સમાજવાદી પાર્ટીના ગઠબંધનને 135-147 બેઠકો અને બહુજન સમાજવાદી પાર્ટીને 81-93 બેઠકો મળી રહી છે. જો એબીપી સીએસડીએસના અક્ઝિટ પોલની વાત કરીએ તો સાતમા તબક્કાના મતદાન બાદ 403 બેઠકોમાંથી ભાજપને 164-176 બેઠકો, સપા-કોંગ્રેસ ગઠબંધનને 156-169 બેઠકો અને બીએસપીને 60-72 બેઠકો આપી છે.

યૂપી વિધાનસભા માટે ઇન્ડિયા ન્યૂઝ એસઆરસીએ ભાજપને 185 બેઠકો, સમાજવાગી પાર્ટી ગઠબંધનને 120 બેઠકો, બીએસપીને 90 બેઠકો અને અન્યને 8 બેઠકો આપી છે. જ્યારે ટાઇમ્સ નાઉ વીએમઆરે પોતાના એક્ઝિટ પોલમાં ભાજપને 190-210 બેઠકો, સપા ગઠબંધનને 110-130 બેઠકો, બીએસપીને 57-74 બેઠકો અને અન્યને 8 બેઠકો આપી છે તો ન્યૂઝ એક્સ માટે એમઆરસીએ પોતાના સર્વેમાં ભાજપને 185 બેઠકો આપી છે. ન્યૂઝ18 ઇન્ડિયાના મહાપોલમાં ભાજપને 193 બેઠકો મળતી દેખાઇ છે જ્યારે સપા ગઠબંધન બીજી મોટી પાર્ટી તરીકે ઉપસી રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર