બીજેપી પાસે શું છે યુપી જીતવાનો પ્લાન? આજે રાત્રે જુવો અમિત શાહનો સૌથી મોટો ઇન્ટરવ્યું

Jan 29, 2017 12:01 PM IST | Updated on: Jan 29, 2017 03:28 PM IST

ઉત્તર પ્રદેશની સત્તામાં 17 વર્ષથી વનવાસ ભોગવી રહેલી બીજેપી આ વખતે વિધાનસભામાં પુરા દમખમ સાથે ઉતરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચમત્કાર અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રણનીતિના દમ પર બીજેપી પોતાને જીતની પ્રબળ દાવેદાર માને છે. આવામાં અમિત શાહએ નેટવર્ક18ને એક્સક્લૂસિવ ઇન્ટરવ્યુ આપ્યું, જેમાં તેમણે જણાવવાનો પ્રયાસ કર્યો કે બીજેપી કેમ જીત ના દાવા કરી રહી છે?

બીજેપી પાસે શું છે યુપી જીતવાનો પ્લાન? આજે રાત્રે જુવો અમિત શાહનો સૌથી મોટો ઇન્ટરવ્યું

આ ઇન્ટરવ્યુમાં અમિત શાહએ પોતાની ચુંટણી જીતવાની રણનીતીઓ અંગે ખુલાસો કર્યો હતો. તેમણે બતાવ્યુ કે પ્રતિસ્પર્ધી દળો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને કયા મુદ્દાઓ પર ઘેરશે.

બીજેપી વર્તમાન અખિલેશ યાદવની સરકાર પર ગુંડા રાજ હોવાનો આરોપ લગાવી રહી છે. આવામાં તેમની પાસે ગુંડા રાજ ખતમ કરવાનો કયો પ્લાન છે.

શાહએ આ પણ જણાવ્યું કે સીએમ અખિલેશના વિકાસના દાવાની સાચી વાત જનતા સમક્ષ અમે ખુલ્લી પાડીશું. સાથે જ તેમની પાર્ટી પાસે ઉત્તર પ્રદેશને દેશના સમુદ્ધ રાજ્યોની શ્રેણીમાં લાવી ઉત્તમ પ્રદેશ બનાવવાની યોજના છે. તે રાજ્યના સૌથી પછાત પશ્વિમી હિસ્સાનો વિકાસ કેવી રીતે કરશે જેવા તમામ સવાલો પર અમિત શાહએ બેબાકીથી પોતાની રાય જણાવી હતી.

અમિત શાહનું અત્યાર સુધીનું સૌથી મોટુ ઇન્ટરવ્યુંનું પ્રસારણ નેટવર્ક18ની ઇટીવીની બધી જ હિન્દી ન્યુઝ ચેનલ પર રવિવારે (29 જાન્યુઆરી) રાત્રે 8 વાગ્યે કરાશે. સાથે જ આ એક્સક્લૂસિવ ઇન્ટરવ્યુને સીએનએન ન્યૂઝ18 અને ન્યૂઝ18ઇન્ડિયા પર પણ રવિવારે (29જાન્યુઆરી) રાત્રે 9 કલાકે પ્રસારિત કરાશે. જ્યારે ઈટીવી ગુજરાતી પર રાત્રે 9 કલાકે પ્રસારિત થશે.

યુપીમાં સાત તબક્કામાં વોટિંગ

ઉત્તર પ્રદેશમાં 11 ફેબ્રુઆરીથી 8 માર્ચ વચ્ચે સાત ચરણોમાં વિધાનસભાની ચુંટણી થઇ રહી છે. કોંગ્રેસ, રાષ્ટ્રીય લોક દળ અને સમાજવાદી પાર્ટીના અખિલેશ ગઠબંધન વચ્ચે બહુકોળીય મુકાબલો દેખવા મળશે.

કેન્દ્રમાં પુર્ણ બહુમતની સરકાર બનાવ્યા પછી જે રીતે બીજેપીને દિલ્હી અને બિહારમાં હારનો સામનો કરવો પડ્યો છે આવામાં ઉતર પ્રદેશની ચુંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ચુનૌતીથી ઓછી નથી. મુખ્યમંત્રીના ચહેરાને સામે ન લાવી એક વાર ફરી બીજેપીએ પીએમ મોદીના ચહેરો આગળ કરી દાવ ખેલ્યો છે. જેનો કેટલો ફાયદો થશે તે આ ચુંટણીમાં 11 માર્ચે ખબર પડી જશે.

સુચવેલા સમાચાર