ઉત્તરપ્રદેશમાં માયા વિના સરકાર નહીં, શું છે ભવિષ્યવાણી? જાણો

Feb 14, 2017 09:16 AM IST | Updated on: Feb 14, 2017 09:16 AM IST

નવી દિલ્હી #ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો જંગ ચરમસીમાએ છે ત્યાં એક ચોંકાવનારી વાત સામે આવી રહી છે કે માયા વિના સરકાર નહીં બને. આગામી સરકારમાં માયાવતીનો મહત્વનો રોલ હશે, આ ભવિષ્યવાણી જ્યોતિષિઓ કરી રહ્યા છે.

ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં ભાજપ, સપા અને કોંગ્રેસ તેમજ બસપા વચ્ચે ત્રિકોણીયો જંગ જામ્યો છે. આ સંજોગોમાં રાજકીય પંડિતો પણ પરિણામોનો ક્યાશ કાઢવામાં માથું ખંજવાળી રહ્યા છે.

ઉત્તરપ્રદેશમાં માયા વિના સરકાર નહીં, શું છે ભવિષ્યવાણી? જાણો

રાજ્યમાં વર્તમાન મુખ્યમંત્રી અખિલેશને જનતાનુ સમર્થન વધુ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ સાથે કરેલું ગઠબંધન કેવા પરિણામ લાવશે એ વિચારનો મુદ્દો બન્યો છે.

આ સંજોગોમાં ઉત્તરપ્રદેશમાં ભાજપે આ વખતે એડી ચોટીનું જોર લગાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરે લડાતી આ ચૂંટણીમાં ભાજપને પાક્કો વિશ્વાસ છે કે તેઓ મેદાન મારી જશે તો બીજી તરફ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવા બસપાના સુપ્રીમો માયાવતી પણ જીતના દાવા કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં સપા અને કોંગ્રેસને આંચકારૂપ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યોતિષિઓનો મત છે કે આગામી સરકારમાં માયાવતીનો મહત્વનો રોલ હશે. માયાવતી સરકારમાં હશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર