ગિરિરાજ સિંહ બોલ્યા, દેશના મુસલમાનોને અલ્પસંખ્યક દરજ્જો આપવા મુદ્દે ચર્ચા થાય

Mar 06, 2017 10:22 AM IST | Updated on: Mar 06, 2017 10:24 AM IST

નવી દિલ્હી #વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતા ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે વધુ એક વકાલત કરતાં નિવેદન કર્યું છે કે, દેશના મુસલમાનોને આપવામાં આવેલ અલ્પસંખ્યક દરજ્જા અંગે ચર્ચા થવી જોઇએ.

ગિરિરાજે કહ્યું કે, દેશમાં મુસલામોને અલ્પ સંખ્યક દરજ્જામાંથી બહાર આવવું જોઇએ. આ મુદ્દે ચર્ચા જરૂરી છે. તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ 2050 સુધીમાં દુનિયાના સૌથી વધુ મુસલમાનો ભારતમાં હશે.

ગિરિરાજ સિંહ બોલ્યા, દેશના મુસલમાનોને અલ્પસંખ્યક દરજ્જો આપવા મુદ્દે ચર્ચા થાય

તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, મુસલમાનોને આપવામાં આવેલ અલ્પ સંખ્યક દરજ્જા અંગે ચર્ચા થવી જોઇએ અને વિચાર કરવો જ રહ્યો. હવે એ જોવાનો સમય આવી ગયો છે દેશમાં ખરેખર અલ્પ સંખ્યક કોણ થઇ રહ્યું છે?

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર