પારૂલ યુનિવસીર્ટીનાપ્રોફેસર જોતા હતા અશ્લીલ વીડિયો,સસ્પેન્ડ

Mar 31, 2017 03:00 PM IST | Updated on: Mar 31, 2017 04:56 PM IST

વડોદરાઃફરી એકવાર વડોદરા પાસે વાઘોડિયા રોડ પર આવેલ પારૂલ યુનિવસીર્ટી વિવાદમાં આવી છે. હવે મીકેનિકલ એન્જીનિયરીંગનાં વર્કશોપનાં એક પ્રોફેસર ચાલુ વર્કશોપ દરમ્યાંન અશ્લિલ વિડિયો જોતા હોવાનો ગંભીર આરોપ સ્વયંસેવી સંસ્થા યુવા સેનાં ગુજરાત ઘ્વારા લગાડવામાં આવ્યો છે.

મોબાઇલ ફોનમાં જયારે કોલેજમાં આ પ્રોફેસર અશ્લિલ વિડિયો જોતા હતા ત્યારે એક વિર્ઘાથીએ દ્રશ્ય મોબાઇલમાં ઉતારી લીઘુ હતુ અને કોલેજ સત્તાધીશોને જાણ કરતા પ્રોફેસરને સસ્પેન્ડ કરી દિઘા હોવાનું યુવાસેના ઘ્વારા કહેવામા આવ્યું છે. ત્યારે વિવાદસ્પદ પારૂલ યુનિવસીર્ટીને સરકાર હસ્તક લેવા યુવાસેનાએ માંગ કરી વડોદરા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર