નવું બજેટ હશે લાભદાયી? તમને ઘરે બેઠા વગર કામ કરે મળશે આટલા રૂપિયા!

Jan 05, 2017 02:16 PM IST | Updated on: Jan 05, 2017 02:16 PM IST

નોટબંધી બાદ સમગ્ર દેશમાં લોકો પરેશાન થઇ ગયા છે. જો કે સામાન્ય અને મધ્યમ વર્ગ દ્વારા આ નોટબંધીના નિર્ણયને હાલાકી વેઠીને પણ આવકારાયો છે. અને આગામી દિવસોમાં આ નોટબંધી તેમના માટે લાભદાયી નિવડશે તેવી આશા સેવી છે. પીએમ મોદી પણ સામાન્ય લોકોના સપનાઓ હવે હકિકતમાં બદલી શકે છે. વગર મહેનતે તમને કોઇ રકમ આપે તો કેવું ગમે... અત્યાર સુધી આ માત્ર વાતો હતી પરંતુ આપણા પીએમ મોદી હવે આ વાતને હકીકત કરી શકે છે. જો સુત્રોની વાત માનીએ તો નરેન્દ્ર મોદી સરકાર હવે દેશવાસીઓને એક મોટી ભેટ આપી શકે છે. આગામી બજેટમાં તે માટે જોગવાઇ કરી અને જાહેરાત પણ કરી શકે છે.

મોદી સરકાર બજેટ બાદ જરૂરીયાત મંદ દરેક ભારતીયના બેન્ક ખાતામાં પ્રાથમિક તબક્કે 500 રૂપિયા જમા કરાવી આ યોજનાનો લાભ આપી શકે છે. સરકાર યુનિવર્સલ બેસિક ઇનકમ સ્કીમ પર કામ કરી રહી છે. આ  યોજના માટે સર્વે પણ ચાલી રહ્યો છે. જેમાં જરૂરિયાત મંદ નાગરિકને દર મહિને નિશ્ચિત રકમ અપાશે. આ સ્કિમમાં હાલ માનીએ તો પ્રથમ તબક્કામાં 20 કરોડથી વધુ ભારતીઓને લાભ મળી શકે છે. ઓછામાં ઓછા જરૂરિયાતવાળા લોકો કે જેમની પાસે કમાણીના કોઈ સાધન નથી તેમના માટે તો આ સ્કિમ લાગુ થશે.

નવું બજેટ હશે લાભદાયી? તમને ઘરે બેઠા વગર કામ કરે મળશે આટલા રૂપિયા!

યુનિવર્સલ બેસિક સ્કીમ શુ છે જાણો

આ સ્કીમ હાલ યુરોપ, કેનેડા અમેરિકામાં પ્રાયોગિક ધોરણે અમલી છે. આ એવી યોજના છે જેમાં દેશના દરેક નાગરિકને સામાજિક સુરક્ષા અપાય છે. જેમાં પ્રતિમાસ તેના ખાતામાં અમુક રકમ ફાળવાશે. પીએમ મોદી દ્વારા લંડન યુનિ.ના પ્રોફેસર ગાય સ્ટેન્ડિંગને પ્રસ્તાવ તૈયાર કરવા આપ્યો છે. તેમજ આ સ્કીમની આગામી બજેટમાં જાહેરાત થઇ શકે તેવું સુત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે. આ પ્રોજેક્ટ પર પ્રોફેસર ગાય મધ્ય પ્રદેશના એક પંચાયતમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે સ્કીમ પર કામ કરે છે. જેના સારા રીજલ્ટ મળતા આગામી બજેટમાં આ સ્કીમ દેશના નાગરિકો માટે જાહેર થઇ શકે છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર