ગુજરાતમાં પણ ફરીથી કમળ ખીલશે: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની

Mar 19, 2017 03:46 PM IST | Updated on: Mar 19, 2017 03:46 PM IST

સુરત:5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપને સત્તા મળી છે. જેની ખુશીમાં સુરત ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં ભાજપના કાર્યકરોએ મસાલ રેલી કાઢી વિજયોત્સ મનાવ્યો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની પણ જોડાયા હતાં. સ્મૃતિ ઈરાનીએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ગુજરાતના બે ભાઈઓને કોંગ્રેસે ખુબ હેરાન કર્યા હતાં, જોકે આજે એ બંને ભાઈઓ એવા સ્થાને પહોચ્યા છે કે તેમને હરાવવા કોંગ્રેસના હાથની વાત નથી, તેમને ગુજરાતમાં પણ ફરીથી કમળ ખીલશે તેમ કહ્યું હતું.

ગુજરાતમાં પણ ફરીથી કમળ ખીલશે: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની

સુરતની ટૂંકી મુલાકાતે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઉત્તરપ્રદેશના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને શુભેચ્છા પાઠવી હતી, તેમને કહ્યું હતું કે જે રીતે દેશનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે, ત્યારે હવે ઉત્તરપ્રદેશનો ખરા અર્થમાં વિકાસ થશે.

ફાઇલ તસવીર

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર