કેન્દ્રીય મંત્રી માંડવીયા પર જૂતું ફેકનાર ભાવેશ કોણ છે જાણો

May 29, 2017 10:32 AM IST | Updated on: May 29, 2017 10:35 AM IST

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા પર ગઇકાલે કાર્યક્રમ દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું હતું. ભાવેશ નામના યુવકે આ જુતુ ફેકતા તેની ધરપકડ કરાઇ હતી.મોડી રાત્રે ભાવેશ સોનાણીને જામીન પર મુક્ત કરાયો છે.પાસ કાર્યકર ભાવેશ સોનાણીએ માંડવીયા પર જૂતું ફેંક્યું હતું.વલભીપુરમાં મોક્ષરથના લોકાર્પણમાં ભાવેસે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જુતુ ફેક્યુ હતુ જેથી પોલીસે તેની અટકાયત કરી લીધી હતી.

madvia jutu

કેન્દ્રીય મંત્રી માંડવીયા પર જૂતું ફેકનાર ભાવેશ કોણ છે જાણો

નોધનીય છે કે,વલભીપુરમાં લોકોને મોક્ષરથની સુવિધા મળે તેના લોકાર્પણના કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન ડો.મનસુખભાઇ માંડવીયા આવ્યા હતા અહી તેઓ સ્ટેજ પર સંબોધન કરી રહ્યા હતા ત્યારે તરસમીયા ગામના યુવકે બૂટ ફેંકતા ચકચાર ફેલાઇ ગઇ હતી.

નોધનીય છે કે, પાટીદારો પર સરકારે કરેલા દમન બાદ ભારોભાર રોષ પ્રસર્યો છે. જેને લઇ ભાજપના નેતાઓ કે મંત્રીઓ જ્યારે પણ પ્રજા વચ્ચે જવા પ્રયાસ કરે છે. ત્યારે પાટીદાર વિસ્તારોમાં તેમને રોષનો ભોગ બનવું પડેછે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર