યુપીની જેમ ગુજરાતમાં આવશે ચમત્કારીક પરિણામઃ મંત્રી કલરાજ મિશ્ર

Mar 28, 2017 08:41 PM IST | Updated on: Mar 28, 2017 08:41 PM IST

અંબાજીઃચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવશે આજે યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ નો ઘસારો રહ્યો છે. ત્યારે ભારત સરકારના કેન્દ્રીય કેબીનેટ પ્રધાન કલરાજ મિશ્ર પણ માં અંબાનાં દર્શનાર્થે આજે પોતાની ધર્મપત્ની સાથે અંબાજી મંદિર ખાતે આવી પહોંચ્યાં હતા. જ્યાં નીજ મંદિર માં પુજા અર્ચના કરી હતી. તેમજ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રાંત અધીકારીના હસ્તે યંત્રની પ્રતીકૃર્તી અર્પણ કરાઇ હતી અને ત્યાર બાદ કલરાજ મિશ્ર એ માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ નાં આશીર્વાદ લઇ રક્ષા પોટલી બંધાવી હતી.

kalraj misra

યુપીની જેમ ગુજરાતમાં આવશે ચમત્કારીક પરિણામઃ મંત્રી કલરાજ મિશ્ર

 

જોકે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રમોદી પણ માતાજી નાં ઉપાસક હોવાની વાત ને યાદ કર્યા હતા. માતાજી નાં દર્શન કરી ધન્યતાં અનુભવી હતી. કલરાજ મિશ્ર આ પ્રસંગે યુપીમાં આવેલાં પરીણામમાં ભાજપની પ્રચંડ જીતને લઇ પ્રતીક્રિયા આપતાં જણાવ્યુ હતુ કે યુપી ના પરીણામો કોઇ દૈવીક શક્તિનો ચમત્કાર છે. ને દેશ ભર માં થી ભ્રષ્ટાચાર અનાચારી અને નકારાત્મકતાં ને બઢાવો આપતી તાકાત નો વિનાશ થશે અને ગુજરાત માં આવનારી વિધાનસભાની ચુંટણીઓમાં પણ યુપી નાં જેવા જ પરીણામો આવશે તેમ જણાવ્યુ હતુ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર