ગુજરાતમાં પણ યુપી-બિહારની જેમ ગુન્હાખોરી વધી રહી છેઃઅલ્પેશ ઠાકોર

Mar 06, 2017 05:27 PM IST | Updated on: Mar 06, 2017 05:27 PM IST

ભરૂચઃ જંબુસર તાલુકાના ઉમરા ગામે ફાયરીંગની ઘટનામાં મૃત્યુ પામેલ યુવાનની શ્રદ્ધાંજલિ સભામાં આજે ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી.અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુન્હાખોરીમાં ગુજરાત બિહાર અને ઉત્તર પ્રદેશની તર્જ પર આગળ વધી રહ્યું છે.

જંબુસરના ઉમરા ગામે બાઈક ફાસ્ટ ચલાવવા જેવી નાની બાબતમાં થયેલ ધીંગાણામાં ગામના જુમ્મા ખાન નામના ઇસમે ફાયરીંગ કરતા ગામના અરવિંદ ઠાકોર નામના યુવાનનું મોત નીપજ્યું હતું. મૃતકની યોજાયેલ શ્રદ્ધાંજલિ સભામાં ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે હાજરી આપી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.ઘટનાને પાંચ દિવસ થઇ ગયા હોવા છતાં પોલીસ આરોપીઓને પકડી ન શકતા અલ્પેશે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા અને રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુન્હાખોરીમાં ગુજરાત બિહાર અને ઉત્તર પ્રદેશની તર્જ પર આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં પણ યુપી-બિહારની જેમ ગુન્હાખોરી વધી રહી છેઃઅલ્પેશ ઠાકોર

સુચવેલા સમાચાર