સુરત લઠ્ઠાકાંડઃપીએમમાં મિથેનોલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે તપાસ શરુ

Jan 17, 2017 08:34 PM IST | Updated on: Jan 17, 2017 08:34 PM IST

સુરતઃસુરતમાં થયેલ શંકાસ્પદ લઠ્ઠકાંડ હવે શંકાસ્પદ રહીયુ નથી કારણકે ગતરોજ લઠ્ઠકાંડમાં ટીનાજી ઠાકોર અને કીર્તિસિંહ વાઘેલાના પીએમ રિપોર્ટમાં મિથેનોલ પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં આ સિવાય ઠાકોર સેના દ્વારા અન્ય બે યુવાનો બાદરસિંહ વાઘેલા અને કટ્ટસિંહ વાઘેલા નામના બે ઈસમો પણ દારૂ પીધા પછી મોત થયાની વાત કરવામાં આવી હતી.

જોકે અહિયાંથી વાત અટકતી નથી આ ઘટનામાં કતારગામ નાજ પ્રદીપભાઈ હરેશભાઈ વૈધ નું પણ ઝેરી દારૂ પીને આવેલ હોય અને તેના શરીરમાં આવા ઝેરી દારૂની અસરના કારણે પ્રદીપભાઈ હરેશભાઈ વૈધ મૃત્યુ થયેલાનુ તપાસબહાર આવ્યુ હતું. જેને પગલે લઠ્ઠકાંડ માં મારણ આંક 5 પર પોચીયો છે તેવામાં પોલીસ હવે આ દારૂનો જથ્થો કયાંથી અને ક્યાં બુટલેગર સપ્લાઈ કરીયો છે તે દિશામાં થપાસ શરુ કરી છે.

સુરત લઠ્ઠાકાંડઃપીએમમાં મિથેનોલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે તપાસ શરુ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર