કોંગ્રેસના બે દલિત નેતાઓ આમને સામને,પોસ્ટર વોર શરૂ

Apr 20, 2017 06:26 PM IST | Updated on: Apr 20, 2017 06:26 PM IST

ગુજરાત કોંગ્રેસના બે દલિત નેતાઓ આમને સામને આવી ગયા છે. કોંગી ધારાસભ્ય શૈલેષ પરમાર પર આરોપ લાગ્યા છે. સ્કૂલ બોર્ડના સભ્ય ગણપત પરમારે આક્ષેપ કર્યા છે.શૈલેષ પરમાર દલિત કાર્યકર્તાઓને ધમકાવે છે.બાબા સાહેબ આંબેડકરની યાત્રા મુદ્દે ધમકી આપી છે. શૈલેષ પરમારના વિરૂદ્ધમાં ગણપત પરમારે પોસ્ટર લગાવ્યા છે.

કોંગ્રેસના બે દલિત નેતાઓ આમને સામને,પોસ્ટર વોર શરૂ

દલિતોના મસીહા ગણાતા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્ય જયતિ નિમિત્તે સામૂહિક એકતાયાત્રા મામલે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને ધારાસભ્ય વચ્ચે વિખવાદ વકર્યો છે. ધારાસભ્યના વાણીવર્તનથી નારાજ પૂર્વ કોર્પોરેટરે પ્રદેશ નેતાગીરીને ફરિયાદ કરી છે. પૂર્વ કોર્પોરેટર ગણપત પરમારે, વર્તમાન કોંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમાર પર આક્ષેપ લગાવ્યો છે,કે ધારાસભ્ય તેઓની યાત્રા મામલે ધાક ધમકી આપી રહ્યા છે.

અને દલિત નેતાઓ સાથે  ગેરવર્તન કરી રહ્યા છે. જેના અનુસંધાને ગણપત પરમારે શૈલેષ પરમાર વિરૂદ્ધ શહેરના પોસ્ટર લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અને સમગ્ર ઘટના પ્રદેશ નેતાગીરી સમક્ષ ધારાસભ્ય વિરોધ ફરિયાદ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર