અમદાવાદઃજમીન દલાલ ત્રણ કાર ભરી રૂ.2કરોડની રદ નોટો બદલવા આવ્યા,ઝડપાયા

Apr 18, 2017 03:03 PM IST | Updated on: Apr 18, 2017 03:13 PM IST

અમદાવાદના થલતેજ સ્મશાન પાસેથી 2 કરોડ 37 લાખ 50 હજારની રદ્દ થયેલી નોટો પકડાઈ છે.3 કારમાં ભરી આ રકમ લઇને આવ્યા હતા. વસ્ત્રાપુર પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે. જમીન દલાલ હોઇ રૂપિયાની બદલી કરવા આવ્યા હતા.નોટબંધી બાદ પણ કમિશન પેટે નોટ બદલાવવાનું કૌભાંડ યથાવત છે. કરોડો રૂપિયા ઝડપાયા હોવાનો અમદાવાદનો પ્રથમ કિસ્સો છે. એક અધિકારીના બનેવીએ જ પોલીસને બાતમી આપી હતી.

vastapur not1

અમદાવાદઃજમીન દલાલ ત્રણ કાર ભરી રૂ.2કરોડની રદ નોટો બદલવા આવ્યા,ઝડપાયા

આરોપીઓ પાસેથી કાર, મોબાઇલ ફોન અને 2 કરોડ 37 લાખ રૂપિયાની 500 અને એક હજારના દરની રદ થયેલી નોટો મળી આવી હતી.હજુ તો પોલીસે આ 7 આરોપીઓ સામે કાર્યવાહી કરે તે પહેલા જ અન્ય બાતમી મળતા ચાર લોકોની ધરપકડ કરી અને તેમની પાસેથી 20 લાખની રદ્દ થયેલી નોટો મળી આવી હતી.

2 કરોડ 37 લાખ રૂપિયા સાથે ઝડપાયેલા તમામ આરોપીઓ જમીન દલાલી અને કન્સ્ટ્રક્શન તથા ખેતીકામ સાથે સાથે સંકળાયેલા છે અને આ રૂપિયા નોટબંધી આવી તે પહેલાના તેમની પાસે હોવાનું તપાસમાં સામે આવ્યું છે.ત્યારે કરોડો રૂપિયાની રકમ પણ કાળુ નાણું હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.

જ્યારે 20 લાખ સાથે ઝડપાયેલા ચાર આરોપી પૈકી એક આરોપી વકીલપુત્ર હતો અને પુત્રની આ કરતુત જોઇને આરોપીના પિતા ચોંકી ઉઠ્યા હતા. બાદમાં આરોપીએ બચાવમાં જણાવ્યું કે એક પોલીસ ઇન્સપેક્ટરના બનેવીએ જ કમિશન લઇને રૂપિયા બદલી આપશે તેમ કહી તેઓને બોલાવ્યા હતા અને તેણે જ પોલીસને બાતમી આપી છે.

કોણ કોણ ઝડપાયું જુવો

-રૂપેશ પ્રફુલચંદ્ર શાહ- બોધી એપાર્ટમેન્ટ, વેજલપુર

- હસમુખ શંકરભાઇ પટેલ - વૈકુંઠ 1, વડોદરા -

- બળદેવ પરષોત્તમ પટેલ - રામબાગ સોસાયટી, હિંમતનગર

- મોઇનુદ્દીન ફારૂકી - પાડાની પોળ, પાટણ

- સંજય રામાભાઇ પટેલ - લાડોલ ગામ, મહેસાણા

- વિજય પ્યારેલાલ ખટીક - આશાપુરીનગર, વડોદરા

- અશોક રામજીભાઇ પટેલ - વૈકુંઠ 1, વડોદરા

20 લાખની રદ નોટો સાથે ઝડપાયેલા શખ્સો

- કુલદિપસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ - ખેડબ્રહ્મા

- નટવરસિંહ જગતસિંહ ચૌહાણ - ખેડબ્રહ્મા

- નિકુલ સોની - ખેડબ્રહ્મા

- કિશોર ગામેતી - ખેડબ્રહ્મા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર