નરાધમ ગુરૂ: 12 વર્ષની વિદ્યાર્થીની સાથે ચાર શિક્ષકોનો ગેંગ રેપ

Jan 16, 2017 12:22 PM IST | Updated on: Jan 16, 2017 12:22 PM IST

નવી દિલ્હી #માનવતા અને શિક્ષણને શર્મસાર કરે એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિહારની એક સરકારી સ્કૂલના આચાર્ય અને ત્રણ શિક્ષકોએ ભેગા મળીને સહકર્મી શિક્ષિકાની 12 વર્ષિય પુત્રીને ક્લાસ રૂમમાં જ પોતાની હવસનો શિકાર બનાવી હતી. નરાધમ ગુરૂજનોનો શિકાર બનેલી છાત્રા માનસિક રીતે બિમારી છે.

બિહારના જહાનાબાદની આ ઘટનાને પગલે સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શિક્ષિકા માતાની ફરિયાદ બાદ પોલીસે ચાર શિક્ષિકો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉર્દુની આ સ્કૂલમાં રવિવારને બદલે શુક્રવારે રજા હોય છે.

નરાધમ ગુરૂ: 12 વર્ષની વિદ્યાર્થીની સાથે ચાર શિક્ષકોનો ગેંગ રેપ

પીડિતાની માતાનું કહેવું છે કે, 12 વર્ષિય મારી પુત્રી માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ નથી. જે કારણે એને રોજ સ્કૂલમાં સાથે લાવું છુ. એ દિવસે પણ હું એને સ્કૂલમાં સાથે લાવી હતી અને હું ક્લાસમાં બાળકોને ભણાવી રહી હતી. એવામાં ઉપરના ક્લાસમાંથી ત્રણ બાળકો દોડી આવ્યા અને પુત્રી અંગે મને જાણકારી આપી.

કિશોરીની હાલત જોતાં પહેલા પોલીસને જાણ કરી અને તેણીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ જ્યાં પીડિત કિશોરીની મેડિકલ તપાસ કરવામાં આવી.

એસડીપીઓ પ્રશાંત ભૂષણ શ્રીવાસ્તવે જણાવ્યું કે, આ મામલે ફરિયાદને પગલે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. તો બીજી તરફ પીડિતાની માતાને આશંકા છે કે આ મામલે આરોપી તપાસને પ્રભાવિત કરી શકે એવા દબંગ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર