આજે રાતે પીએમ મોદી ટ્રમ્પ ફોન પર કરશે વાત, શું ટ્રમ્પ-મોદી યુગની થશે શરૂઆત?

Jan 24, 2017 02:30 PM IST | Updated on: Jan 24, 2017 02:30 PM IST

નવી દિલ્હી #અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજે રાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરશે. વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરાયેલ ટ્રમ્પના આજના કાર્યક્રમમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ અત્યાર સુધી દુનિયાના ચાર મુખ્ય નેતાઓ સાથે વાત કરી ચૂક્યા છે. મોદી પાંચમા વિદેશી નેતા છે કે જેઓ ટ્રમ્પની સાથે વાત કરશે.

વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વોંશિગ્ટન ડીસી સમય અનુસાર બપોરે એક વાગે ફોન પર વાત કરશે. એ વખતે ભારતમાં રાતે 11-30 વાગ્યા હશે.

આજે રાતે પીએમ મોદી ટ્રમ્પ ફોન પર કરશે વાત, શું ટ્રમ્પ-મોદી યુગની થશે શરૂઆત?

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર