ગુજરાત ચૂંટણી 2017: વોટ બેંક માટે ભાજપ કાઢશે આદિવાસી અધિકાર યાત્રા

Jan 24, 2017 03:51 PM IST | Updated on: Jan 24, 2017 04:57 PM IST

અમદાવાદઃ2017નું વર્ષ ભાજપ માટે મહત્વનું છે. આ વર્ષે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ માટે હાલ મુશ્કેલી ભર્યો સમય ચાલી રહ્યો છે. પાટીદાર આદોલન તો બીજી બાજુ દલિતોનું આદોલન અને બેરોજગારીના મુદ્દાને લઇ ભાજપ ચારે બાજુથી ઘેરાયેલું છે. ત્યારે આગામી ચુંટણીમાં નવી વોટ બેન્ક તૈયાર કરવા ભાજપે રણનિતી બનાવી હોય તેવું લાગી રહ્યુ છે. જેને લઇને ફેબ્રુઆરીમાં આદીવાસી યાત્રા યોજશે.

નોધનીય છે કે, અત્યાર સુધીની ચુંટણીઓમાં ભાજપની મજબુત વોટબેંક પાટીદાર ગણાતી હતી. પરંતુ અનામતની માંગ સાથે આંદોલન શરૂ કર્યુ છે. ત્યારે પાટીદારો પર થયેલા અત્યાચારને લઇ પાટીદારો ભાજપને હરાવવા કમરકસી ચુક્યા છે. જો ચુંટણી પહેલા આ આદોલનનો ઉકેલ ન આવે તો ભાજપને ભારે પડી શકે તેમ છે. જેને લઇ ભાજપ દ્વારા નવી વોટબેંક તૈયાર કરાઇ રહ્યાનું રાજકીય જાણકારોનું કહેવું છે.

ભાજપ દ્વારા ફેબ્રુઆરીમાં આદિવાસી યાત્રા યોજાશે.આદિવાસી યાત્રાના ઈન્ચાર્જ તરીકે ભરતસિંહ પરમારને નિમાયા છે.પેસા એક્ટનો પ્રચાર,આદિવાસીઓને મળવાપાત્ર લાભો અંગે જાગૃત કરાશે. 7 ફેબ્રુઆરીથી યાત્રા શરૂ થશે.ઉનઈથી અંબાજીનો રૂટ નક્કી કરાયો છે.15 જિલ્લા, 40 તાલુકા યાત્રામાં જોડાશે.500 સ્થળોએ યાત્રાનું સ્વાગત કરાશે.

નોધનીય છે કે, પેસા એક્ટ મુજબ હવે આદિવાસીઓને લાભો મળતા થયા છે. વન્ય સંપતિ તેમજ લીજ પર હવે આદીવાસીનો અધિકાર પ્રાપ્ત થયો છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ પેસા એક્ટનો અમલ શરૂ કરી આદિવાસીઓના હાથ મજબૂત કર્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર