કોંગ્રેસના શાસનમાં ગુંડાના નામે ઈલાકા હતાઃવિજય રૂપાણી

Feb 18, 2017 05:54 PM IST | Updated on: Feb 18, 2017 05:54 PM IST

અંબાજીઃઅંબાજીમાં આજે આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા સમાપન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સંબોધનમાં કહ્યુ હતું કે પક્ષની વાતોને પહોંચાડવાનો પ્રબળ પ્રયાસ થયો છે.કોંગ્રેસ દ્વારા યાત્રા નિષ્ફળ બનાવા સામે યાત્રા સફળ થઈ તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.વધુમાં કહ્યુ હતું કે સમાજને મળતા અધિકારોમાં પેસા એક્ટના કારણે મહત્વનો અધિકાર મળશે.

jutu vagani

કોંગ્રેસના શાસનમાં ગુંડાના નામે ઈલાકા હતાઃવિજય રૂપાણી

કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ હતું કે,લાખો કરોડોના કૌભાંડ થયા છતાં કોંગ્રેસના વડાપ્રધાનનું નામ જ ના આવ્યું.સોનિયા ગાંધીએ મોદીજીને મૌતના સૌદાગર કહ્યા હતા ત્યારે તમારા નેતા ક્યાં હતા?'.કોંગ્રેસે આદિવાસીને અભણ રાખવાનું કામ કર્યું છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન

'ભાજપ સરકાર પીડિત, શોષિત, ગરીબ, આદિવાસીઓની સરકાર છે'

'આ વર્ગને વધુ સમૃદ્ધી મળે તે માટે એક પછી એક પગલા લીધા છે'

'વનબંધુ કલ્યાણ યોજનામાં કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ છે'

'ભાજપ સકારાત્મક રાજનીતી કરે છે,કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરે છે'

'સત્તાની ભૂખમાં ગુજરાતને બદનામ કરવા પ્રયાસ કરે છે'

'અગાઉ ગોધરાના મુદ્દાને લઈને ગુજરાતને દેશમાં બદનામ કર્યું'

'હવે કોંગ્રેસ કચ્છને બદનામ કરે છે'

'દલિત હોય કે લઘુમતિ હોય, સરકાર તમામને સાથે લઈને આગળ વધી છે'

'કાયદા વ્યવસ્થામાં કોઈને છોડ્યા નથી'

'કોંગ્રેસના શાસનમાં ગુંડાના નામે ઈલાકા હતા'

'ભાજપ સુખાકારી માટે આગળ વધી છે'

અંબાજીમાં આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા સમાપન કાર્યક્રમ

કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન

'કોંગ્રેસ ભાન ભૂલી ગઈ છે, સંયમ ગુમાવી બેઠી છે'

'મૌતના સૌદાગરનું નિવેદન કોંગ્રેસે આપ્યું હતું'

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર